<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 3rd September 2026

જૂનાગઢમાં શિક્ષિકાને ઠોકર મારી કાર ચાલક ફરાર

રોડ ક્રોસ કરતા હતા અને પુરઝડપે કાર આવતા અક્‍સ્‍માતઃ ગંભીર

 

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૩ :.. ટીંબાવાડીમાં ઝોનલ ઓફિસ પાસે પાસે આવે તુલસી એપાર્ટમેન્‍ટમાં રહેતા અને માંદરોડા ગામની ઙ્કાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા માનસીબેન ગોરધનભાઈ નિમાવત (ઉં.વ. ૩૯)ને કાર ચાલક ટક્કર મારી નાસી જતા પોલીસે તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તા. ૨૭ ઓગસ્‍ટના રોજ સવારે ૯ વાગ્‍યાની આસપાસ માનસીબેન પોતાની મોપેડ લઈને નોકરીએ જવા માટે નીકળ્‍યા હતા. તેમણે પોતાની મોપેડ મધુરમ બાયપાસ પાસે આવેલ કુલનાથ એપાર્ટમેન્‍ટ પાસે પાર્ક કરી હતી અને સામે આવેલ આંગન પાર્ક સોસાયટીના ગેટ પાસે જવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતા.

આ દરમિયાન અચાનક પૂરપાટ ઝડપે આવેલી જીજે ૦૩ કેસી ૪૦૯૦ નંબરની કારના ચાલકે માનસીબેનને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્‍માતમાં તેઓ નીચે પડી ગયા હતા અને તેમના જમણા પગમાં ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે પગમાં ફ્રેક્‍ચર થઈ ગયું હતું. અકસ્‍માત સર્જીને કાર ચાલક નાસી ગયો હતો. ઈજાગ્રસ્‍ત શિક્ષિકાને તુરંત સારવાર અર્થે ખાનગી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.

અક્‍સ્‍માત અંગે માનસીબેને ફરિયાદ નોંધાવતા સી ડિવિઝન પોલીસે અજાણ્‍યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

(1:24 PM IST)