તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 21st April 2026
તળાજામાં સોની દંપતિનાં મોતનું રહસ્ય અકબંધ
FSL એ સોની દંપતિ ની પથારી સહિતના નમૂના લીધા : મિત્રો જે હોટલ પર બેઠા હતા ત્યાં પણ તપાસ કરીઃ આગના ધૂમાડાઓ પાંચ ફૂટ ઊંચી છતમા પણ ન જોવા મળ્યાઃ બ્લડ ઓશિકા પાસે જોવા મળતા પોલીસ તપાસ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૨૧: તળાજા મા ગોપાલ વોચ અને જય ગોપાલ જવેલર્સ નામે જાણીતી પેઢીના સોની વૈઠા પરિવાર ના કિશોરભાઈ વેલજીભાઈ ઉ.વ.૬૪ સાથે તેમના પત્ની રેખાબેન ઉ.વ.૬૨ ની લાશ જે રીતે સળગેલી હાલતે તેમનાજ ઘરમાંથી જે રીતે લાશો મળી એ બનાવે ઘર-ઘરમા ચકચાર જગાવી દીધી છે.સૌના મનમાં એકજ સવાલ છેકે આગ એવીતે કેવી રીતે લાગી કે દંપતી ના શરીર પર આગથી વ્યાપક દાઝી ગયા હોય, વાળ બળી ગયા હોય પરંતુ બાજુમાજ પડેલ મોબાઈલ, ઓશીકુ અને પથારી નો પૂરો ઓછાડ પણ ન સળગ્યો હોય?! આમ આ સમગ્ર ઘટનાને લોકો શંકા ની દ્રષ્ટિથી જોઈરહ્યા છે.
આવીજ શંકા આજે તપાસ મા ગયેલ પોલીસ અને એફ.એસ.એલ ની ટીમ ને પણ થઈરહી છે. FSL ટીમે આજે પોલીસ ને સાથે રાખી બંધ બારણે તપાસ હાથધરી હતી. તેઓની તપાસ મા પણ ચોંકાવનારી બાબત એ આવી છેકે આગ એવી તે કેવી કે છત ઉપર પણ કયાંય ધુમાડો ચોટયો નથી કે ઉપર અથવા તો આસપાસની દીવાલમા કયાંય આગ કે ધૂમડાઓથી દીવાલ કાળી થઈ હોય. આંગળીમા પણ ધુમાડો કયાંય ચોટયો હોય તેવું પણ એફ.એસ.એલ ની ટીમ ની સામે આવ્યું નથી. આગ કઇ રીતે લાગી એ વિષય એફ.એસ.એલ અને પોલીસ ટીમ માટે એકવખત માથું ખંજવાળવું પડે તે રીતનો છે. પડકારરૂપ છે. સતાવાર રીતે હજુ કહી શકાયું નથી કે આગ લાગવાનું કારણ શું? ગાદલાનો જે ભાગ બળેલો છે તે પણ મર્યાદિત જ છે અને બોડી નો જે ભાગ બળેલો છે તેપણ મર્યાદિત જ છે. આથી એવિ પણ વિગત પ્રાપ્ત થઈ રહી છેકે લોહીના ડાઘ પણ પથારી માંથી મળ્યા છે. હવે તે લોહી કેમ વહયું તે પણ સવાલ ઉભા કરે છે.
બીજી તરફ ગઈકાલ અને આજેપણ દિવસ ભર પોલીસ અને મીડિયા પાસે પારિવારિક થી લઈ આર્થિક બાબતો,અંગત બાબતો ચર્ચાઓ દરમિયાન અથવા તો મોબાઈલ માધ્યમથી જાણવા અને જણાવવા મા આવી હતી.જેથી પોલીસ પાસે તપાસ ની દિશાઓ ચોક્કસ થઈ રહી છે.
રેખાબેનના હાથ બળેલા
જ્યારે શરીર
પોલીસ ઇન્વેસ્ટિગેશન મા એક બાબત એવી પણ ચોંકાવનારી આવી છેકે મળતક રેખાબેન ના બંને હાથ શરીર ના પાછળ પીઠ ના ભાગે છે. પ્રારંભિક દ્રષ્ટિએ એવું લાગે કે બંને હાથ પાછળ કરી બાંધી દીધેલ હોય પરંતુ બાંધેલ જોવા મળ્યા ન હતા.તેની સામે બંને હાથ આગથી દાઝેલ બળેલ જોવા મળે છે ત્યારે સવાલ એ પણ થાય છેકે તો ગરદન થી લઈ કમર અને ખાસ કરીને કમર નો નીચેનો ભાગ જરીકેય દાઝેલ કે બળેલ જોવા મળતો નથી. આખું શરીર નિર્વષા છે.
ઘટનાની ઊંડી તપાસ થાય તેવા ફોન રણકયા
બનાવના આજે બીજા દિવસે પણ મળતકના સંબંધીઓના મીડિયા અને પોલીસ ઉપર ફોન રણકયા હતા.તેઓની લાગણી હતી કે આખીય ઘટના ની ઊંડી તપાસ થાય.પોલીસ નું કહેવું છેકે અલગ અલગ વિષય અને માધ્યમથી તપાસ શરૂ જ છે.
ગંભીર બનાવમાં પી.એમ રિપોર્ટમા વાર
ભાવનગર એફ.એસ.એલ પેનલ પી.એમ ને ૨૪ કલાક વીતી ગયા છે. પોલીસ નું કહેવું છેકે FSL અને પી.એમ રિપોર્ટ ની હજુ મળ્યા નથી.આ રિપોર્ટ આવ્યા બાદ બનાવ ની હકીકત,મોત નું કારણ સામે આવ્યા બાદ દિશા નક્કી થશે હાલ અકસ્માત એ મોત ને લઈ તપાસ શરૂ છે. મળતકના પરિવાર જનોના હજુ સતાવાર નિવેદન પણ પોલીસ નોંધી શકી નથી. આ પ્રકાર ના ગંભીર બનાવમાં પણ તબીબ ટીમ દ્વારા રિપોર્ટ આપવામાં વાર લગાવવામાં આવે તો મહત્વના પુરાવાઓ પોલીસ ને મળવા મુશ્કેલ બને છે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
