News of Tuesday, 12th May 2026
જસદણમાં રોટલો ઘડવા મામલે રાજકોટની નગ્માબેનને પતિ મોહસીને માર માર્યો
સાત વખત પ્રયત્ન કર્યો પણ રોટલો ન બનતાં સાસુને કહ્યું: પણ તેણે ના પાડી દીધી : મોરબી રોડ પર માવતર ધરાવતી પરિણીતા સારવાર માટે દાખલ

રાજકોટ તા. ૧૨: જસદણમાં સાસરૂ ધરાવતી અને રાજકોટમાં માવતર ધરાવતી પરિણીતાને પતિએ રોટલો ઘડવા જેવી વાતે ઢીકાપાટુનો બેફામ માર મારતાં સારવાર માટે રાજકોટ દાખલ થઇ છે. પતિ સાસુ સહિતના નાની નાની વાતે લાંબા સમયથી હેરાન કરતાં હોવાનો તેણીએ આક્ષેપ કર્યો હતો.
જાણવા મળ્યા મુજબ જસદણમાં સૈયદ ચોકમાં રહેતી નગ્માબેન મોહસીન તરકવાડીયા (ઉ.વ.૨૭) સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ હતી. તેણીએ પોતાને ગત ૯મીએ પતિ મોહસીને માર માર્યાની ફરિયાદ કરતાં તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચકોીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી.
નગ્માબેને જણાવ્યું હતું કે મારા માવતર રાજકોટ મોરબી રોડ ચામડીયાપરામાં રહે છે. પિતાનું નામ ફિરોઝભાઇ ભાડુલા છે. પોતાના લગ્ન બે વર્ષ પહેલા સિવિલ એન્જિનીયર મોહસીન સાથે થયા છે. નાની નાની વાતે મને સતત ત્રાસ છે. ગઇકાલે મને સસરાએ રોટલો ઘડી દેવાનું કહેતાં મને આવડતો ન હોઇ છતાં સાતેક વખત મેં પ્રયત્ન કર્યો હતો. પણ રોટલો બની શક્યો નહોતો. આથી મેં સાસુ રોશનબેનને રોટલો ઘડી દેવાનું કહ્યું હતું. પરંતુ તેણે ના પાડી દીધી હતી. જેથી મેં તેને તમે આડોડાઇ શું કામ કરો છો? એવું કહેતાં પતિ મોહસીને માતાનું ઉપરાણુ લઇ માર માર્યો હતો. બાદમાં હું માવતરે આવી હતી. શરીરમાં મારને લીધે દુઃખાવો થતો હોઇ સારવાર માટે દાખલ થઇ હતી. પોલીસે આક્ષેપો અંગે તપાસ હથ ધરી છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
