<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

મગજ ભમતો હોઇ હળદવ ચંદ્રગઢનો નરૂ રાઠવા ઝેરી દવા ગટગટાવી ગયો

રાજકોટ તા. ૩૦: હળવદના ચંદ્રગઢ  લીલાપુરમાં ઉપેન્‍દ્રભાઇની વાડીમાં રહી મજૂરી કરતો નરૂ નેવલાભાઇ રાઠવા (ઉ.વ.૩૦) વાડીએ ઝેર પી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છે. તે મુળ કવાંટનો વતની છે. સંતાનમાં બે દિકરા છે અને પોતે એક બહેન બે ભાઇમાં બીજો છે. ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. બે ત્રણ દિવસથી તે પોતાનો મગજ ભમતો હોવાનું રટણ કરતો હતો. દરમિયાન ઝેર પી લીધુ હતું. હાલ રાજકોટ સારવાર હેઠળ હોઇ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે હળવદ પોલીસને જાણ કરી હતી.

(11:00 AM IST)