News of Sunday, 5th July 2026
ઉનાના નાઠેજ ગામમાં નાળિયેરીના બગીચા બેટમાં ફેરવાયા
ખેતરોમાં પાણી ભરાઈ જવાથી બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થવાની ભીતિ

ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાઠેજ ગામે ભારે વરસાદ અને પૂરની સ્થિતિને કારણે નાળિયેરીના બગીચાઓ બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી બાગાયતી પાકોને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે.
ઉનાના નાઠેજ ગામમાં નાળિયેરીના બગીચા બેટમાં ફેરવાયા છે. ધમધોકાર વરસાદના લીધે બગીચામાં પાણી ફરી વળ્યા છે. ગઈકાલથી અત્યાર સુધીમાં ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં 15 ઈચ વરસાદ ખાબકી ચુક્યો છે. અનરાધાર વરસાદના લીધે નાઠેજ ગામના ખેડૂતોની ચિંતા વધી છે. હજુ પણ મેઘવર્ષા યથાવત રહેતા જનજીવન પ્રભાવિત છે.
ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવતા પાણીના કારણે ઉના પંથકના અનેક વિસ્તારો પાણી હેઠળ આવી ગયા છે.
પાણી ભરાઈ રહેવાથી નાળિયેરીના મૂળ સડી જવાની અને ઉત્પાદન પર વિપરીત અસર થવાની શક્યતા રહે છે.
(5:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
