<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

જામનગરમાં કાલે ગર્ભસંસ્‍કાર અને ગર્ભ વિજ્ઞાન દીક્ષાંત સમારોહ સાથે રાષ્‍ટ્રીય સંગોષ્ઠિ યોજાશે

રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્‍યક્ષસ્‍થાને શિક્ષણ રાજ્‍યમંત્રી રીવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ સહિત આયુર્વેદ ક્ષેત્રના અગ્રણીઓ રહેશે ઉપસ્‍થિત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૧, જામનગરમાં ગર્ભોપનિષદ ફાઉન્‍ડેશન અને આયુર્વેદ વ્‍યાસપીઠના સંયુક્‍ત ઉપક્રમે ગર્ભ વિજ્ઞાન અને ગર્ભસંસ્‍કાર વિષય પર દેશભરના આયુર્વેદિક તબીબો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ તાલીમનો દીક્ષાંત સમારોહ, રાષ્‍ટ્રીય સંગોષ્ઠિ તેમજ ચિલ્‍ડ્રન્‍સ યુનિવર્સિટી સંશોધન કેન્‍દ્રના ઉદ્ધાટન પ્રસંગે ભવ્‍ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું છે.

રવિવાર, તા.૧૨ જુલાઈ, સવારે ૧૦ :૦૦ કલાકે જામનગરના શ્રી ધીરૂભાઈ અંબાણી ચેમ્‍બર ઓફ કોમર્સ હોલ ખાતે યોજાનારા આ કાર્યક્રમના અધ્‍યક્ષસ્‍થાને મા. રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્‍થિત રહેશે.

કાર્યક્રમમાં વિશિષ્ટ અતિથિ તરીકે શિક્ષણ રાજ્‍યમંત્રી શ્રીમતી રીવાબા જાડેજા, જામનગરના સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, જામનગરના મેયર શ્રીમતી મોનિકાબેન વ્‍યાસ, આઈટીઆરએના ડિરેક્‍ટર ડો. તનુજા નેસરી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડો. નરેશ જૈન, ચિલ્‍ડ્રન્‍સ યુનિવર્સિટીના કુલપતિ ડો. ટી. એસ. જોષી, ગૌ વિશ્વ વિદ્યાપીઠમ્‌ ના કુલગુરૂ ડો. હિતેશ જાની સહિત આયુર્વેદ વ્‍યાસપીઠના કેન્‍દ્રીય અને રાજ્‍ય કક્ષાના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્‍થિત રહેશે.

ગર્ભોપનિષદ ફાઉન્‍ડેશનના સીઈઓ તથા જાણીતા આયુર્વેદિક ગાયનેકોલોજિસ્‍ટ ડો. કરિશ્‍માબેન નારવાણીએ આ પ્રસંગે શહેરના તબીબો, વિદ્યાર્થીઓ, આયુર્વેદપ્રેમીઓ અને નાગરિકોને મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી કાર્યક્રમને સફળ બનાવવા હાર્દિક આમંત્રણ પાઠવ્‍યું છે.તેમ વિનય વેલણકર મુંબઈ પ્રો તનુજા નેસરી ડાયરેક્‍ટર ITRA મલ્‍હાર જોશી સાંગલીની યાદીમાં જણાવાયું છે.

(10:54 AM IST)