<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th October 2026

મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ બિપીનભાઈ દવેની પ્રેરણાદાયક પહેલ

૭૧મા જન્મદિવસે અંગદાનનો સંકલ્પ કરી કરી અનોખી ઉજવણી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ તથા સમાજશ્રેષ્ઠી બિપીનભાઈ દવે દ્વારા પોતાના ૭૧મા જન્મદિવસની એક અત્યંત પ્રેરણાદાયી અને સામાજિક સંદેશ આપતી અનોખી ઉજવણી કરવામાં આવી છે. તેમણે પોતાના ૭૧મા જન્મદિવસે અંગદાનનો પવિત્ર સંકલ્પ લઈને સમાજ સમક્ષ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
શ્બિપીનભાઈ દસ બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સંસ્કારોથી સિંચાયેલા રહ્યા છે અને તેમણે જીવનભર રાષ્ટ્રસેવા તથા માનવસેવાને જ પોતાનો ધ્યેય બનાવ્યો છે. ભૂતકાળમાં પણ તેઓ સતત રક્તદાનની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યા છે. એટલું જ નહીં, મોરબીની ઐતિહાસિક મચ્છુ હોનારત સમયે પણ તેમણે પોતાના જીવની પરવા કર્યા વગર પીડિત લોકોની સેવામાં અવિરત સમર્પિત રહીને ઉત્કૃષ્ટ સેવાઓ આપી હતી.
પોતાના જીવનના ૭૧મા વર્ષમાં પ્રવેશ કરતાની સાથે જ તેમણે અંગદાન જેવો મહાન સંકલ્પ લઈને સમાજમાં "મૃત્યુ પછી પણ કોઈકના જીવનમાં ઉજાસ પથરાય" તેવો દિવ્ય સંદેશ આપ્યો છે. તેમની આ પ્રેરણાદાયી પહેલને રાજકીય, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રના આગેવાનો તથા મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે અને સૌ કોઈ તેમને દીર્ઘાયુ માટે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે

(5:08 PM IST)