<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th October 2026

ર્માં દુર્ગાની ઉપાસના કરવાનું પર્વ નવરાત્રીઃ પૂ.ભાઈશ્રી

આહાર વાણી અને મન ઉપર સંયમ સાથે ર્માં શકિતસ્‍વરૂપની પુજા-અર્ચના :પોરબંદર સાંદીપનિમાં પૂ.રમેશભાઈ ઓઝા (પૂ.ભાઈશ્રી)ના સાનિધ્‍યમાં શારદીય નવરાત્રી અનુષ્‍ઠાનનો મંગલ પ્રારંભઃ વિવિધ મનોરથઃ કુમારિકા પુજનઃ ઘટ સ્‍થાપના સાથે ર્માં દુર્ગાનું વિધિવત પુજન

(પરેશ પારેખ - વિનુ જોશી દ્વારા) પોરબંદર, તા.૧૨: નવરાત્રિ આહારનો સંયમ, વાણીનો સંયમ, મનનો સંયમ અને સંયમ સાથે માં અંબાની ભગવતી મા શક્‍તિ સ્‍વરૂપ મા દુર્ગાની ઉપાસના કરવાનું પર્વ છે. તેમ પૂજ્‍ય ભાઈશ્રીએ સાંદિપનિ ખાતે નવરાત્રી અનુષ્‍ઠાનના પ્રારંભે જણાવ્‍યું હતું.

સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્‍ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાના સાન્નિધ્‍યમાં શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાન, શ્રી હરિમંદિરમાં કરુણામયીમાની ષોડશોપચાર પૂજા સાથે વિવિધ મનોરથ, કુમારિકા પૂજન, યજ્ઞશાળામાં ઘટસ્‍થાપના સાથે મા દુર્ગાનું વિધિવત્‌ પૂજન, તથા શ્રીભક્‍તમાલ કથા સાથે ૪૫મા શારદીય નવરાત્રિ અનુષ્ઠાન- ૨૦૨૬ નો મંગલ આરંભ થયો.

શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્‍સવના શુભ અવસરે પ્રતિ વર્ષ મુજબ સવારે શ્રીરામચરિત માનસ પાઠ અનુષ્ઠાનનો મંગલ પ્રારંભ થયો. અનુષ્ઠાનના પ્રારંભ પૂર્વે શ્રીરામચરિત માનસની પોથીશ્રીનું મુખ્‍ય મનોરથી દ્વારા પૂજન કરવામાં આવ્‍યું હતું. પોથીપૂજન બાદ સંસ્‍કળત પાઠશાળાના ઋષિકુમારો દ્વારા સસ્‍વર મંગલ વેદપાઠ કરવામાં આવ્‍યો હતો.

શ્રી રામચરિત માનસ પાઠ અનુષ્ઠાનનો પ્રારંભ થાય એ પૂર્વે પૂજ્‍ય ભાઈશ્રીએ જણાવ્‍યું કે પરામ્‍બા ભગવતી મા કરુણામયીની કળપાથી અને ભગવાન શ્રી હરિના અસીમ અનુગ્રહથી આપણું આ શારદીય નવરાત્રિ અનુષ્ઠાન ૪૫મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. દ્વારકાજીથી શરૂ થયેલી આ અનુષ્ઠાન યાત્રા જામરાવલમાં સાંદીપનિના પૂર્વ ટ્રસ્‍ટી તુલસીભાઈના ફાર્મ પરથી થઈને અને પછી અહીં સાંદીપનિના પાવન પ્રાંગણમાં પહોંચી છે. આ વર્ષે ૪૫મા વર્ષમાં પ્રવેશ થયો છે.

પૂજ્‍ય ભાઈશ્રી એ અનુષ્ઠાનનું મહત્ત્વ સમજાવતા જણાવ્‍યું કે ઘણા લોકો જે અહીં નથી પહોંચી શકયા, તેઓ પોતાના ઘરમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના આશીર્વાદથી-સાંદીપનિ ડૉટ ટીવી, યુટયુબ ચેનલ દ્વારા અથવા આપણા સોશિયલ મીડિયાના માધ્‍યમથી-કાં તો લાઇવ જોડાઈને પાઠ કરે છે અથવા પછીથી એનો આશ્રય લઈને પોતાનું પાઠ-અનુષ્ઠાન કરે છે. બધા દેશોમાં ટાઇમ ડિફરન્‍સ છે, એ ધ્‍યાનમાં રાખવા છતાં આ ખૂબ જ આનંદની વાત છે કે શારદીય નવરાત્રિમાં આપણી આધ્‍યાત્‍મિક અને આનુષ્ઠાનિક રુચિ વધી છે.

મોટા મોટા શહેરોમાં જે રાત્રે ગરબા વગેરેનું આયોજન થાય છે, તેમાં તો લોકોની રુચિ છે જ. વિશાળ સંખ્‍યામાં, મોટા શહેરોમાં હજારોની સંખ્‍યામાં લોકો રાસ-ગરબાનો આનંદ લે છે. સારી વાત છે, પરંતુ તેની સાથે સાથે નવરાત્રિ સંયમનું પર્વ છે. નવરાત્રિ આહારનો સંયમ, વાણીનો સંયમ, મનનો સંયમ અને સંયમ સાથે પરામ્‍બા ભગવતી મા શક્‍તિ સ્‍વરૂપ મા દુર્ગાની ઉપાસના કરવાનું પર્વ છે.

શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્‍સવના પ્રારંભે શ્રી હરિ મંદિરમાં સવારે નવરાત્રિના પ્રથમ દિવસે કરુણામયી માનું ષોડશોપચાર પૂજન કરવામાં આવ્‍યું. તેમજ શ્રી હરિ મંદિરમાં પૂજ્‍ય ભાઈશ્રી તેમજ નવરાત્રીના મુખ્‍ય મનોરથી પરિવાર દ્વારા વિશેષ રૂપે ૧૦ કુમારિકાઓનું પૂજન કરવામાં આવ્‍યું તેમજ કુમારીકાઓને ભેટ આપવામાં આવી. આ સિવાય શ્રીહરિ મંદિરમાં ગુરુજનો તથા ઋષિકુમારો દ્વારા શતચંડી પાઠના મનોરથનો પ્રારંભ કરવામાં આવ્‍યો. સંપૂર્ણ નવરાત્રિ દરમ્‍યાન ચાલનારા શતચંડી પાઠના મનોરથમાં દેશ અને અને વિદેશથી અનેક મનોરથી જોડાયા છે. જેના પ્રતિનિધિ રૂપે ઋષિકુમારો દ્વ્રારા પાઠ કરવામાં આવી રહ્યા છે. શતચંડીના મુલપાઠ સાથે આપણા સંસ્‍કળત વૈદિક વાંગ્‍મયના સર્વદર્શન સંગ્રહનો પાઠનો પણ પ્રારંભ કરવામાં આવ્‍યો હતો. 

આ સાથે જ સાંદીપનિ યજ્ઞશાળામાં પ્રતિ વર્ષ અનુસાર સવારે શુભ મુહુર્તમાં વિધિવત્‌ ઘટસ્‍થાપના તથા નવરાત્રીના મુખ્‍ય મનોરથી દ્વરા મા દુર્ગાનું શાષાોક્‍ત વિધિ અનુસાર પૂજન-અર્ચન કરવામાં આવ્‍યું. તેમજ પૂજન બાદ પૂજ્‍ય ભાઈશ્રી તથા મનોરથી પરિવાર દ્વારા કુમારિકા પૂજન પણ કરવામાં આવ્‍યું.

શારદીય નવરાત્રિ અનુષ્ઠાનના બપોર પછીના સત્રમાં શ્રી શરણાગત આશ્રમ વળંદાવનના પરમ પૂજ્‍ય બિહારીદાસ ભક્‍તમાલીજીના શ્રીમુખેથી શ્રીભક્‍ત માલ કથાનો મંગલ પ્રારંભ કરવામાં આવ્‍યો કથા પૂર્વે શારદીય નવરાત્રિ અનુષ્ઠાનના મુખ્‍ય મનોરથી દ્વારા મહારાજશ્રીનું પૂજન-અર્ચન સંપન્ન કરવામાં આવ્‍યું હતું.

શારદીય નવરાત્રિના પ્રારંભે પ્રથમ દિવસે માનવસેવા રૂપે આયોજિત નવ દિવસીય દંત-ચિકિત્‍સા કેમ્‍પનો પ્રારંભ ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રોથી તથા મહાનુભાવોના હસ્‍તે દીપપ્રાગટય પૂર્વક કરવામાં આવ્‍યો હતો. દીપપ્રાગટયમાં શ્રી ગૌતમભાઈ ઓઝા, સંસ્‍થાના ઉપપ્રમુખ શ્રી મનસુખભાઈ જોષી, ડો,સુરેશ ગાંધી,  કેમ્‍પમાં સેવા આપનાર સરોજબેન જોષી તથા તેમની ટીમ સૌ ઉપસ્‍થિત રહ્યા હતા.

આ દંત ચિકિત્‍સા ગવરીદળ, રાજકોટના જાલંધરબંધ યોગ પદ્ધતિના સુવિખ્‍યાત દંતવૈદ્ય ડૉ. સરોજબેન જોશી અને ટીમ દ્વરા કરવામાં આવી રહી છે. આ દંતયજ્ઞ તા.૧૯-૧૦-૨૦૨૬  સુધી પ્રતિદિન સવારે ૯ થી ૧ સુધી ચાલુ રહેશે.

શ્રીહરિ મંદિરમાં શ્રીકરુણામયી માંના શળંગાર દર્શન  શ્રીહરિ મંદિરમાં શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે માં કરુણામયીના દિવ્‍ય ઝાંકી દર્શન યોજાયા હતા અને સાયં આરતી બાદ પૂજ્‍ય ભાઈશ્રી દ્વારા ગરબાનું પંચોપચાર પૂજન કરીને ગરબો પ્રગટાવામાં આવ્‍યો હતો અને પ્રાચીન ગરબાના ગાન સાથે દિવ્‍ય રાસ-ગરબા યોજાયા હતા. શારદીય નવરાત્રિ અનુષ્ઠાન મહોત્‍સવમાં દેશ-વિદેશથી અને પોરબંદર અને આસપાસના ગામમાંથી અનેક ભાવિકજનો પહેલા દિવસથી જ શ્રીરામ ચરિત માનસ અનુષ્ઠાનમાં ઉપસ્‍થિત રહ્યા હતા તો સાથે સાથે મનોરથ-દર્શન અને કથા શ્રવણનો દિવ્‍ય લાભ લીધો હતો. આ સિવાય અનેક લોકો sandipani.tv ના માધ્‍યમથી પણ જોડાયા હતા.

(11:26 AM IST)