તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
નયારા એનર્જી દ્વારા જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મીઠોઈ ગામને 5.2 કિલોમીટરના સિમેન્ટ કોંક્રિટ રોડની સુવિધા અર્પણ : 1000થી વધુ ગ્રામજનોને મળશે સીધો લાભ
આંતરરાષ્ટ્રીય એનર્જી કંપનીએ ગામની કનેક્ટિવિટી અને રોજિંદી અવરજવર સુધારવા માટે બંને બાજુ પેવર બ્લોક ફૂટપાથ સાથે સીસી રોડનું નિર્માણ પૂર્ણ કર્યું, કાર્યકારી ચેરમેનની ઉપસ્થિતિમાં સુવિધાનું લોકાર્પણ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૬ : આંતરરાષ્ટ્રીય કક્ષાની સંકલિત ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીએ લાલપુર તાલુકાના મીઠોઈ ગામમાં 5.2 કિમી સિમેન્ટ કોંક્રિટ રોડનું બાંધકામ પૂર્ણ કરી ગામને અર્પણ કર્યો છે. આ પ્રોજેક્ટ 1,000થી વધુ લોકોની વસ્તી ધરાવતા મિઠોઈ ગામના રહેવાસીઓ માટે સુધારેલ કનેક્ટિવિટી અને રોજિંદી ગતિશીલતાને ટેકો આપવા માટે હાથ ધરવામાં આવ્યો છે.
સીસી રોડ ઉપરાંત, રાહદારીઓ માટે સલામત અને વધુ અનુકૂળ અવરજવર સુનિશ્ચિત કરવા માટે રસ્તાની બંને બાજુ પેવર બ્લોક ફૂટપાથ પણ વિકસાવવામાં આવ્યા છે. આ માળખાકીય સુવિધાથી ગામની અંદર દૈનિક મુસાફરી, શાળા-કોલેજના વિદ્યાર્થીઓની અવરજવર અને ખેડૂતોને ખેતપેદાશોની હેરફેરમાં મોટી રાહત થશે.
નયારા એનર્જીના કાર્યકારી ચેરમેન શ્રી પ્રસાદ પાનિકર અને નયારા એનર્જીના રિફાઇનરીના વડા શ્રી અમર કુમાર તથા નેતૃત્વ ટીમના સભ્યો દ્વારા આ સુવિધા ઔપચારિક રીતે ગામને સમર્પિત કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામના પ્રતિનિધિઓ અને રહેવાસીઓએ નયારા એનર્જીની આ પહેલ માટે પ્રશંસા વ્યક્ત કરી હતી અને ગામની અંદર દૈનિક મુસાફરી અને પ્રવેશ પર તેની સકારાત્મક અસર પર પ્રકાશ પાડ્યો હતો.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
