તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
કચ્છના રાપરમાં રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા નેત્રયજ્ઞ યોજાયો
94મા મેગા નેત્રયજ્ઞમાં 145 દર્દીઓનું નેત્રનિદાન; 60 દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન માટે રાજકોટ લઈ જવાયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૪ : માનવસેવા એ જ પ્રભુસેવા અને કોઈની આંખોમાં ફરી પ્રકાશ પથરાય એથી મોટું પુણ્ય બીજું શું હોઈ શકે! આ જ સેવાભાવનાને સાર્થક કરતા રાપર ખાતે રવિભાણ સંપ્રદાય દરીયાસ્થાન મંદિર તથા લોહાણા મહાજન રણછોડરાયજી ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે 94મા મેગા નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય નેત્ર નિદાન અને સારવાર કેમ્પના યજમાન તરીકે જીવતીબેન ભવાનભાઈ અણદાભાઈ ખેર પરિવાર રહ્યા હતા. કેમ્પ દરમિયાન કુલ 145 લોકોએ આંખોની તપાસ કરાવી હતી. જેમાંથી વધુ સારવાર અને ઓપરેશનની જરૂરિયાત ધરાવતા 60 દર્દીઓને લક્ઝરી બસ મારફતે રાજકોટ લઈ જવામાં આવ્યા હતા.
આ સેવાયજ્ઞમાં રાજકોટથી ડૉ. રાહુલભાઈ તથા તેમની નિષ્ણાત ટીમે ઉપસ્થિત રહીને દર્દીઓને નેત્ર નિદાન અને સારવારની સેવા આપી હતી. આ ઉપરાંત રશિકલાલ આદુઆણી, દિનેશ ચંદે, નિલેશ કારિયા, ભરતભાઈ રાજદે, ભોગીલાલ મજીઠીયા, પ્રભુલાલ રાજદે, વેલજીભાઈ લુહાર, ધનસુખભાઈ લુહાર, ગોવિંદભાઈ ઠક્કર અને શૈલેષ ભીંડેએ પણ સેવાકીય યોગદાન આપ્યું હતું. આ કેમ્પ માત્ર નેત્ર નિદાન પૂરતો મર્યાદિત ન રહેતાં જરૂરિયાતમંદ દર્દીઓને આગળની સારવાર માટે રાજકોટ પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. આયોજકો અને સેવાભાવી કાર્યકરોની આ પહેલથી અનેક જરૂરિયાતમંદ પરિવારોને આંખોની સારવારની આશા મળી છે. માનવતાની આ સેવા પ્રવૃત્તિએ સમાજમાં સેવાના સંસ્કાર અને પરોપકારની ભાવનાને ઉજાગર કરી હતી. (તસ્વીર: મુકેશ રાજગોર, રાપર)
(9:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
