તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
અમરેલી-કુંકાવાવના ૩૬ ગામોમાં નવા આંગણવાડી કેન્દ્રો બનશેઃ રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ ૮.૯૬ કરોડના ખર્ચે મંજૂરી અપાવી
અમરેલી તાલુકામાં ૧૬ અને કુંકાવાવ તાલુકામાં ૨૦ ગામોમાં અંદાજે ૨૫ લાખના ખર્ચે એક કેન્દ્ર, સુવિધાસભર-આધુનિક બિલ્ડીંગથી શિક્ષણના પાયાને મજબૂત બનાવવાનો સંકલ્પ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા.૮: જનતા જ્યાં સુવિધા ત્યાંની નેમ સાથે ગુજરાત સરકારે શિક્ષણના પાયારૂપી આંગણવાડી કેન્દ્રોને સુવિધાસભર અને આધુનિક બનાવવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે. રાજ્યકક્ષાના કાયદો અને ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ તથા વૈધાનિક અને સંસદીય બાબતોના મંત્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા અમરેલી અને કુંકાવાવ તાલુકાના ૩૬ ગામોમાં નવા આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે રૂ. ૮,૯૬,૩૨,૦૦૦ની માતબર રકમ મંજૂર કરાવવામાં આવી છે.
રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે અમરેલી તાલુકાના ૧૬ ગામો અને કુંકાવાવ તાલુકાના ૨૦ ગામો એમ કુલ ૩૬ ગામોમાં નવા આંગણવાડી કેન્દ્રોના બિલ્ડીંગનું નિર્માણ થશે. એક આંગણવાડી કેન્દ્રના મકાન બાંધકામની કામગીરી અંદાજે રૂ. ૨૫ લાખના ખર્ચે સાકાર થશે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે વિકાસને વધુ ઉંચાઈએ પહોંચાડવાનો સ્વભાવ ગુજરાતે કેળવ્યો છે. રાજ્યનો દરેક ક્ષેત્રે અવિરત વિકાસ થઈ રહ્યો છે તે રીતે શિક્ષણ ક્ષેત્ર પણ હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે. નવયુવાનોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં શિક્ષણરૂપી નીવ સ્થાપિત કરવા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના પાયારૂપી આંગણવાડી કેન્દ્રો થકી શિક્ષણ વિદ્યાર્થીઓ માટે મહામૂલ્ય બને તે દીર્ઘદૃષ્ટિ રાખીને આ કેન્દ્રો સુવિધાઓથી સુસજ્જ, આધુનિક અને અદ્યતન બનાવવામાં આવશે
(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
