News of Tuesday, 13th October 2026
મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની નવી કાર્યકારિણી જાહેર.
પ્રમુખ પદે ભગવાનભાઈ કુંભરવાડીયા અને મહામંત્રી પદે વિશાલભાઈ ગોધાણી બિનહરીફ ચૂંટાયા: શિક્ષક હિત અને શિક્ષણના ઉત્કર્ષ માટે લેવાયો સંકલ્પ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની એક મહત્વપૂર્ણ સાધારણ સભા ગત તારીખ 10 ઑક્ટોબર, 2026 ના રોજ મોરબીની એમ. પી. શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે યોજાઈ હતી. સંઘના સંગઠનને વધુ મજબૂત બનાવવા, શિક્ષક સમાજના હિતોનું જતન કરવા અને શૈક્ષણિક ક્ષેત્રની પ્રગતિ માટે સહિયારા પ્રયાસોને વેગ આપવાના ઉમદા હેતુ સાથે આ સભામાં વર્ષ 2026-27 માટેની નવી કાર્યકારિણીની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
આ નવી કાર્યકારિણીમાં પ્રમુખ તરીકે ભગવાનભાઈ એ.કુંભરવાડીયા અને મહામંત્રી તરીકે વિશાલભાઈ એમ. ગોધાણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. નવી ટીમમાં અનુભવી, કાર્યદક્ષ અને સંગઠનભાવના ધરાવતા શિક્ષકોનો સમાવેશ થતાં સમગ્ર શિક્ષક સમાજમાં આનંદ અને ઉત્સાહની લાગણી ફેલાઈ છે.
નવી કાર્યકારિણીના વરાયેલા હોદ્દેદારોની યાદી :
પ્રમુખ : ભગવાનભાઈ એ. કુંભરવાડીયા
મહામંત્રી : વિશાલભાઈ એમ. ગોધાણી
ઉપપ્રમુખો: બાબુલાલ એલ. પીઠિયા, સચીનભાઈ એસ. કામદાર, પાલાભાઈ કે. વરૂ, સમસુદ્દીનભાઈ યુ. માથકિયા
સહમંત્રીઓ: મહેન્દ્રભાઈ વી. કચોટ, હિતેશભાઈ કૈલા
સંગઠનમંત્રી: પરબતભાઈ પી. લાખણોત્રા
કોષાધ્યક્ષ: વરજાંગભાઈ વી. ચોપડા
અન્વેષક: અનિલભાઈ એચ. કૈલા
કાર્યાલયમંત્રી : વિનોદભાઈ આર. કૈલા
મહિલા પ્રતિનિધિઓ: અંજનાબેન ફટાણીયા, કલ્પનાબેન રૂપાપરા, સંગીતાબેન દેસાઈ
કારોબારી સભ્યો: ઈમરાનભાઈ આઈ. બાદી, લખુભા એ. ગોહિલ, એસ. એ. શેરસિયા, ડૉ. મનોજકુમાર ચનીયારા
રાજ્યકારોબારી : મહેન્દ્રભાઈ વી. કચોટ
નવી વરાયેલી આ ટીમ શિક્ષકોના પ્રશ્નો અને રજૂઆતોને યોગ્ય મંચ સુધી પહોંચાડવા, વ્યાવસાયિક હિતોનું જતન ક૨વા અને શિક્ષકોના સન્માન તેમજ ગૌરવમાં વૃદ્ધિ કરવા માટે પ્રતિબદ્ધ રહેશે. નવી કાર્યકારિણીની બિનહરીફ વરણી એ પરસ્પર વિશ્વાસ અને સંગઠન પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.
“વ્યક્તિગત હિત કરતાં સામૂહિક હિત મહાન, હોદ્દા કરતાં જવાબદારી મહાન અને સંગઠનની એકતા એ જ શિક્ષક સમાજની સાચી શક્તિ” ના મંત્ર સાથે આ ટીમ પરિણામલક્ષી કામગીરી કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. શિક્ષકમિત્રો દ્વારા નવી કાર્યકારિણીને "શિક્ષકની પ્રગતિ એટલે શિક્ષણની પ્રગતિ – શિક્ષકનું સન્માન એટલે સમાજનું સન્માન" ની ભાવના સાથે ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે
(12:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
