<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th November 2026

મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના સ્નેહમિલનમાં વાંકાનેર તાલુકા-મોરબી શહેર મહિલા કોંગ્રેસનાં નવા પ્રમુખ જાહેર કરાયા

જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન દુબરિયાના હસ્તે નિમણૂક પત્ર અપાયા: બંને મહિલા હોદેદારોને સહુકોઈએ શુભકામનાઓ પાઠવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વાંકાનેર તાલુકામાં આવેલ જડેશ્વર મહાદેવ મંદિર ખાતે નવા વર્ષ નિમિત્તે મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ દમયંતીબેન નિરંજની અને મોરબી જિલ્લા લઘુમતિ વિભાગના જિલ્લા મહિલા પ્રમુખ જિન્નતબેન મોડની આગેવાનીમાં સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો હતો. જેમા મુખ્ય મહેમાન તરીકે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન દુબરિયા હાજર રહ્યા હતા આ ઉપરાંત જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ જોશનાબેન સહિતના હોદેદારો, આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા આ તકે ટંકારા શહેર મહિલા કોંગ્રેસનાં પ્રમુખ મીનાબેન ત્રિવેદીનુ સન્માન કરવામા આવ્યુ હતું અને મોરબી તાલુકા મહિલા કોંગ્રેસનાં પ્રમુખ તરીકે નેહલબા રાઠોડ અને વાંકાનેર શહેર મહિલા કોંગ્રેસનાં પ્રમુખ તરીકે એકતાબા ઝાલાને મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ગીતાબેન દુબરિયાના હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા આ બંને મહિલા હોદેદારોને સહુકોઈએ તેઓને શુભકામનાઓ પાઠવી હતી.

(11:46 PM IST)