હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 19th May 2026
ગોંડલ નગરપાલિકામાં નવા પદાધિકારીઓની વરણી: મનીષાબેન ગોવાણી બન્યા પ્રમુખ : જુઓ વિડિયો

ગોંડલ તા.૧૯ : ગોંડલ નગરપાલિકામાં નવા પદાધિકારીઓની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. ભાજપ દ્વારા પ્રમુખ તરીકે મનીષાબેન ગોવાણી, ઉપપ્રમુખ તરીકે મનીષભાઈ રૈયાણી તથા કારોબારી ચેરમેન તરીકે રાજેન્દ્રસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે.
આ ઉપરાંત દંડક તરીકે ગૌતમ સિંધવની નિમણૂક થતાં ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. નવનિયુક્ત હોદ્દેદારોનું કાર્યકરો દ્વારા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
નવા હોદ્દેદારો શહેરના સર્વાંગી વિકાસને વધુ ગતિ આપશે અને નાગરિકલક્ષી કામોને પ્રાથમિકતા આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નવી ટીમના શપથગ્રહણ બાદ પાલિકામાં વિકાસ કાર્યોને વેગ મળશે તેવી નગરજનોમાં અપેક્ષા છે.(તસ્વીર :ભાવેશ ભોજાણી-ગોંડલ)
(1:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
