હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અંજાર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે 'શ્રમિક અન્નપૂર્ણા યોજના'ના નવા કેન્દ્રનો શુભારંભ
અંજાર, ભુજ, રાપર, આદિપુર અને ગાંધીધામ ખાતે નવા કેન્દ્રનો રાજ્યમંત્રી, ધારાસભ્યઓ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રારંભ

ભુજ :ગુજરાત સરકાર દ્વારા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત બાંધકામ શ્રમિકોના કલ્યાણ અને સુખાકારી માટે ૨૮ જિલ્લાઓમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા ૧૦૧ કેન્દ્રોની શરૂઆત કરવામાં આવ્યા. જે અંતર્ગત કચ્છ જિલ્લાના અંજાર ખાતે દેવળિયા નાકા ખાતે આવેલા કડીયાનાકા શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ શ્રમિકો માટેની આ યોજનાની પ્રશંસા કરતા કહ્યું કે, રાત-દિવસ કઠોર પરિશ્રમ કરતા બાંધકામ શ્રમિકોના સ્વાસ્થ્ય અને પોષણ માટે આ યોજના સાચા અર્થમાં આશીર્વાદરૂપ છે.
અંજાર ખાતે શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો.જ્યારે ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ ગાંધીધામમાં સુંદરપુરી પાણીની ટાંકી પાસેના કડીયાનાકા ખાતે તો ભુજ શહેરમાં ધારાસભ્ય કેશુભાઈ પટેલે જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતેથી શ્રમિક ભોજન વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો. સ્થાનિક મહાનુભાવોએ આદિપુર અને રાપર ખાતેના કેન્દ્રનો પ્રારંભ કરાવ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
