તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th September 2026
જામનગરની જી.જી. હોસ્પિટલમાં ABHA ID દ્વારા સરળ રજીસ્ટ્રેશનની નવી વ્યવસ્થા ઉપલબ્ધ
દર્દીઓ સાથે ABHA અથવા તે ન હોય તો આધાર કાર્ડ / એકટીવ મોબાઈલ નંબર જે આધારકાર્ડ સાથે લિન્ક્ડ હોય તે રાખવું.

જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓએ કેસ પપેર કઢાવતી વખતે સરળતાથી ABHA ID દ્વારા દર્દીનું રજીસ્ટ્રેશન થઈ શકે તે માટે દર્દીઓ સાથે ABHA અથવા તે ન હોય તો આધાર કાર્ડ / એકટીવ મોબાઈલ નંબર જે આધારકાર્ડ સાથે લિન્ક્ડ હોય તે રાખવું. આ માટે હોસ્પિટલ દ્વારા ૩ પ્રકારની વ્યવસ્થા કરેલ છે.
ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ, જામનગર ખાતે દરેક કેસ બારી પર QR કોડ રાખવામાં આવેલ છે. જે દર્દીઓ પાસે પોતાનો ABHA નંબર આગાઉથી રજિસ્ટર કરાવેલ હશે તેઓએ કેસ બારી પાસે રાખવામાં આવેલ QR કોડ સ્કેન કરી ABHA એપ્લીકેશન પરથી દર્દી કે દર્દીના સગા જાતે જ કરી શકશે. જેથી દર્દીઓને લાંબી કતારમાં રાહ જોવાને બદલે ABHA એપ્લીકેશન પર રજીસ્ટ્રેશન કરી પોતાનો કેસ પપેર ની પ્રિન્ટ ટોકન નંબર બતાવી કેસ બારીએથી મેળવી શકાશે.
ABHA એપ્લીકેશન પર રજીસ્ટ્રેશનની સુવિધા માટે દર્દીઓ કે દર્દીઓના સગાને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે હેતુસર તમામ કેસ બારી પર સહાયક સ્ટાફની નિમણુંક પણ કરવામાં આવેલ છે. જે માટે દર્દીઓ કે દર્દીના સગા દ્વારા પ્રથમ વખત રજીસ્ટ્રેશન વખતે માત્ર આધાર કાર્ડ / એકટીવ મોબાઈલ નંબર (સ્માર્ટ ફોન) જે આધારકાર્ડ સાથે લિન્ક્ડ હોય તેની જરૂર પડે છે. સહાયક સ્ટાફ આપના આધાર નંબર/ ABHA નંબર પરથી ટોકન જનરેટ કરી આપશે. ABHA નંબર પરથી જનરેટ થયેલ ટોકન નંબર કેસ બારી પર આપવાનો રહેશે. ત્યારબાદ સ્ટાફ દ્વારા કેસ પપેર કાઢી આપવામાં આવશે.
નીચે દર્શાવેલ QR કોડ સ્કેન કરી દર્દી ઘરે બેઠા ટોકન જનરેટ કરી ૬૦ મિનીટ સુધીમાં ટોકન નંબર બતાવી હોસ્પિટલના ABHA કેસ બારી પરથી કેસ પપેરની પ્રિન્ટ કઢાવી શકશે. તેઓએ કેસ બારી પર કતારમાં રાહ જોવી પડશે નહિ. તેમ જી.જી.હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છેજામનગરની જી.જી. હોસ્પિટલમાં ABHA ID દ્વારા સરળ રજીસ્ટ્રેશનની નવી વ્યવસ્થા ઉપલબ્ધ
જામનગર તા.૨૮ સપ્ટેમ્બર, જામનગરની જી.જી. સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓએ કેસ પપેર કઢાવતી વખતે સરળતાથી ABHA ID દ્વારા દર્દીનું રજીસ્ટ્રેશન થઈ શકે તે માટે દર્દીઓ સાથે ABHA અથવા તે ન હોય તો આધાર કાર્ડ / એકટીવ મોબાઈલ નંબર જે આધારકાર્ડ સાથે લિન્ક્ડ હોય તે રાખવું. આ માટે હોસ્પિટલ દ્વારા ૩ પ્રકારની વ્યવસ્થા કરેલ છે.
ગુરુ ગોબિંદસિંઘ સરકારી હોસ્પિટલ, જામનગર ખાતે દરેક કેસ બારી પર QR કોડ રાખવામાં આવેલ છે. જે દર્દીઓ પાસે પોતાનો ABHA નંબર આગાઉથી રજિસ્ટર કરાવેલ હશે તેઓએ કેસ બારી પાસે રાખવામાં આવેલ QR કોડ સ્કેન કરી ABHA એપ્લીકેશન પરથી દર્દી કે દર્દીના સગા જાતે જ કરી શકશે. જેથી દર્દીઓને લાંબી કતારમાં રાહ જોવાને બદલે ABHA એપ્લીકેશન પર રજીસ્ટ્રેશન કરી પોતાનો કેસ પપેર ની પ્રિન્ટ ટોકન નંબર બતાવી કેસ બારીએથી મેળવી શકાશે.
ABHA એપ્લીકેશન પર રજીસ્ટ્રેશનની સુવિધા માટે દર્દીઓ કે દર્દીઓના સગાને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે હેતુસર તમામ કેસ બારી પર સહાયક સ્ટાફની નિમણુંક પણ કરવામાં આવેલ છે. જે માટે દર્દીઓ કે દર્દીના સગા દ્વારા પ્રથમ વખત રજીસ્ટ્રેશન વખતે માત્ર આધાર કાર્ડ / એકટીવ મોબાઈલ નંબર (સ્માર્ટ ફોન) જે આધારકાર્ડ સાથે લિન્ક્ડ હોય તેની જરૂર પડે છે. સહાયક સ્ટાફ આપના આધાર નંબર/ ABHA નંબર પરથી ટોકન જનરેટ કરી આપશે. ABHA નંબર પરથી જનરેટ થયેલ ટોકન નંબર કેસ બારી પર આપવાનો રહેશે. ત્યારબાદ સ્ટાફ દ્વારા કેસ પપેર કાઢી આપવામાં આવશે.
નીચે દર્શાવેલ QR કોડ સ્કેન કરી દર્દી ઘરે બેઠા ટોકન જનરેટ કરી ૬૦ મિનીટ સુધીમાં ટોકન નંબર બતાવી હોસ્પિટલના ABHA કેસ બારી પરથી કેસ પપેરની પ્રિન્ટ કઢાવી શકશે. તેઓએ કેસ બારી પર કતારમાં રાહ જોવી પડશે નહિ. તેમ જી.જી.હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે
(10:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
