<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd November 2026

ભાવનગરમાં પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડયાના પૂર્વ વિધાનસભા વિસ્તારનું "નૂતન વર્ષ સ્નેહમિલન" સફળતા પૂર્વક સંપન્ન થયું

શહેર અને વોર્ડ સંગઠન, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વરિષ્ટ આગેવાનો, સંતો, મહંતો, શહેરની વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, વ્યાપારીઓ અને ઉદ્યોગપતીઓ, સ્નેહી શુભેચ્છકો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

(વિપુલ હિરાણી દ્વારા)ભાવનગર : દેવ દુર્લભ કાર્યકરો સાથે નૂતન નવલા વર્ષને વધાવવાના સ્નેહ મિલનની પરંપરા સંસ્કાર નગરી ભાવનગર શહેર ભાજપની રહી છે. ૨૩ નવેમ્બર ૨૦૨૬ ના રોજ સમગ્ર ગુજરાતભરના વિધાનસભા વિસ્તારોમાં નૂતન નવલા વર્ષના સ્નેહમિલન યોજાઈ રહ્યા છે, ત્યારે આજ દિવસે ધારાસભ્ય સેજલબેન પંડયાના પૂર્વ વિધાનસભા વિસ્તારનું "નૂતન વર્ષ સ્નેહમિલન" સફળતા પૂર્વક સંપન્ન થયું હતું. 

  મનપાની ઝોનલ કચેરી નજીક પાર્ટી પ્લોટમાં આયોજિત આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ  વિશ્વકર્માજીએ નૂતન વર્ષની ઓનલાઇન સ્ક્રીન પર શુભકામનાઓ આપી હતી, તેમજ કેન્દ્રના રાજ્યમંત્રી  નિમુબેન બાંભણીયા, શહેર અધ્યક્ષ  કુમારભાઈ શાહ સહીત શહેર અને વોર્ડ સંગઠન, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વરિષ્ટ આગેવાનો, સંતો, મહંતો, શહેરની વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો, વ્યાપારીઓ અને ઉદ્યોગપતીઓ, સ્નેહી શુભેચ્છકો તેમજ વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને નૂતન નવલા વર્ષની શુભકામનાઓની આપલે કરી હતી. શહેર સંગઠન સહીત સર્વે કાર્યકર્તાઓએ આ નૂતન સ્નેહ મિલનને સફળ બનાવવા માટે જહેમત ઉપાડી હતી.

(6:42 PM IST)