<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 24th November 2026

ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા દ્વારા યોજાયો નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ

સમારોહમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો સહિત શહેરના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, નાગરિકો તેમજ જાહેર જનતા મોટી સંખ્યામાં જોડાઈ

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : વિક્રમ સંવત ૨૦૮૩ના નૂતન વર્ષની શુભ શરૂઆત નિમિત્તે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયા આયોજિત સ્નેહમિલન સમારોહ હર્ષોલ્લાસ અને ઉમંગભેર યોજાયો હતો. સ્નેહ, સંવાદ અને સંગઠનની એકતાને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ સમારોહમાં નવી ઊર્જા સાથે વિકાસની યાત્રામાં સહભાગી થવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો.

આ નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો સહિત શહેરના ઉદ્યોગપતિઓ, વેપારીઓ, નાગરિકો તેમજ જાહેર જનતા મોટી સંખ્યામાં જોડાઈ હતી. ઉપસ્થિત સૌ કોઈએ પરસ્પર નવા વર્ષની શુભકામનાઓ પાઠવી આત્મીય સંવાદ સાધ્યો હતો.
સમારોહ દરમિયાન સાંસદ નિમુબેન બાંભણીયાએ સૌને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને આવનારું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા લઈને આવે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સ્નેહમિલન જેવા કાર્યક્રમો સમાજમાં પરસ્પર પ્રેમ, ભાઈચારો અને એકતા વધારે છે અને સંગઠનને વધુ મજબૂત બનાવે છે.
આ પ્રસંગે ઉપસ્થિત આગેવાનો, કાર્યકરો અને નાગરિકોએ પણ એકબીજાને નવા વર્ષની શુભકામનાઓ આપી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું અને સૌએ નવી ઊર્જા અને નવા સંકલ્પ સાથે વિકાસની યાત્રામાં સહભાગી થવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો

(6:33 PM IST)