<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 14th September 2026

જામનગર જિલ્લાના અલિયાબાડામાં શ્રી વિધામંડળ - ગંગાજળા વિદ્યાપીઠ, ખાતે નવનિર્મિત વહીવટીભવન નું ઉદ્ઘાટન અને 'બકુલ ઉદ્યાન' નું ભવ્ય લોકાર્પણ

દિવ્યેશભાઈ અકબરી, સ્વ.બકુલભાઈ ડોલરભાઈ માંકડના સુપુત્રી અને સંસ્થાના ટ્રસ્ટી સંધ્યાબેન માંકડ, જીતુભાઈ લાલ,હસમુખભાઈ હિન્ડોચા સહિતના અગ્રણીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૪ : તા. ૧૨/૦૯/૨૦૨૬ અને શનિવાર ના રોજ  શ્રી વિદ્યામંડળ સંચાલિત ગંગાજળા વિદ્યાપીઠ, અલિયાબાડા ખાતે શિક્ષણ અને સંસ્કારના સૂત્ર "તેજસ્વી તપથી જન્મ્યા ઋત અને સત્ય આ જગે" ને સાર્થક કરતો એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

વિદ્યાપીઠ પરિસરમાં નવસર્જિત વહીવટીભવનના ઉદ્ઘાટન તથા સંસ્થાના સ્થાપક પરિવારના સ્વ. બકુલભાઈ ડોલરભાઈ માંકડની પુણ્ય સ્મૃતિમાં નિર્મિત *'બકુલ ઉદ્યાન'ના લોકાર્પણનો કાર્યક્રમ તા. ૧૨/૦૯/૨૦૨૬, શનિવારના રોજ સવારે ૧૧:૦૦ કલાકે રાખવામાં આવેલ  હતો.

આ પ્રસંગે નવનિર્મિત વહીવટીભવનનું ઉદ્ઘાટન ધારાસભ્ય જામનગર-૭૯ (દક્ષિણ વિધાનસભા)  દિવ્યેશભાઈ અકબરીના હસ્તે કરવામાં આવ્યું હતું.જ્યારે 'બકુલ ઉદ્યાન' નું લોકાર્પણ સ્થાપક પરિવારના સ્વ. બકુલભાઈ ડોલરભાઈ માંકડના સ્મરણાર્થે તેમના સુપુત્રી અને સંસ્થાના ટ્રસ્ટી સંધ્યાબેન માંકડ દ્વારા કરવામાં આવેલ હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન  જીતુભાઈ લાલ,હસમુખભાઈ હિન્ડોચા તથા અગ્રણી લોકો તથા ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા.

આ કાર્યક્રમના નિમંત્રક શ્રી વિદ્યામંડળના મેનેજિંગ ટ્રસ્ટી  હિમાંશુ અજાબિયા તથા સમગ્ર શ્રી વિદ્યામંડળ પરિવાર દ્વારા કરવામાં આવેલ હતું.

(3:22 PM IST)