તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
સુરેન્દ્રનગરના બજાણા ગામમાં સરકારી સ્કૂલની નવી બનેલી દિવાલ માત્ર ત્રણ મહિનામાં ધરાશાયી
વરસાદી પાણી ભરાયા બાદ 100થી 200 ફૂટ લાંબી દિવાલમાં તિરાડો પડી અને આખી દિવાલ પાયાથી તૂટી પડી: ગ્રામજનોએ વિકાસના કામમાં ભ્રષ્ટાચાર ગણાવી રોષ વ્યક્ત કર્યો

સુરેન્દ્રનગરના બજાણા ગામમાં સરકારી સ્કૂલની નવી બનેલી દિવાલ માત્ર ત્રણ મહિનામાં ધરાશાયી થતાં કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે. સામાન્ય વરસાદી પાણી ભરાયા બાદ 100થી 200 ફૂટ લાંબી દિવાલમાં તિરાડો પડી અને આખી દિવાલ પાયાથી તૂટી પડી હતી.
ગ્રામજનોએ આ ઘટનાને વિકાસના કામમાં ભ્રષ્ટાચાર ગણાવી રોષ વ્યક્ત કર્યો છે. તેમનું કહેવું છે કે જો સ્કૂલ ચાલુ હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકતી હતી. ઘટનાની જાણ થતાં અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને JCBની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગ્રામજનોએ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
