<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 15th May 2026

ઉપલેટા કેન્‍દ્ર સરકારે 14 જેટલા ખરીફ પાકોની એમએસપીમાં ધરખમ વધારો કર્યો

અર્થતંત્રમાં મહત્‍વનો ભાગ ભજવતા કપાસ અને મગફળીના ભાવ વધતા લાખો ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થશે : જિલ્‍લા ભાજપ પ્રમુખ અલ્‍પેશભાઈ ઢોલરીયા

(જગદીશ રાઠોડ દ્વારા). ઉપલેટા તા. 15: રાજકોટ જિલ્‍લા ભાજપના કાર્યદક્ષ પ્રમુખ અને ગોંડલ માર્કેટિગ યાર્ડના ચેરમેન અલ્‍પેશભાઈ ઢોલરીયા એ એક નિવેદનમાં જણાવેલ છે કે ગુજરાત સહિત સમગ્ર દેશના ખેડૂતો માટે કેન્‍દ્ર સરકાર તરફથી રાહત અને આનંદના સમાચાર સામે આવ્‍યા છે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની અધ્‍યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં વર્ષ 2026 / 27 ની સીઝન માટે ખરીફ પાકોના લઘુત્તમ ટેકાના ભાવ (એમ એસ પી) વધારવાના પ્રસ્‍તાવને મંજૂરી આપી દેવામાં આવી છે સરકારના આ નિર્ણયથી ખેડૂતોને તેમની ઉપજના યોગ્‍ય ભાવ મળશે અને તેમની આવકમાં સીધો વધારો થશે કેન્‍દ્ર સરકાર દ્વારા 14 જેટલા મહત્‍વના ખરીફ પાકોની એમએસપીમાં વધારો કરવામાં આવ્‍યો છે આ વધારો મુખ્‍યત્‍વે ખેડૂતોના ખર્ચ અને બજારની સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્‍યો છે સરકારના આ પગલાથી ખેતી ક્ષેત્રે રોકાણ વધશે અને ખેડૂતો વધુ ઉત્‍સાહ સાથે વાવણી કાર્યમાં જોડાશે નવા જાહેર કરાયેલા ટેકાના ભાવમાં તેલીબીયા અને રોકડિયા પાકો પર વિશેષ ધ્‍યાન આપવામાં આવ્‍યું છે સૂર્યમુખીના બીજમાં સૌથી વધુ વધારો જોવા મળ્‍યો છે સરકારે મળદીઠ 124 રૂપિયાનો ધરખમ વધારો કર્યો છે ગુજરાતના મુખ્‍ય રોકડિયા પાક એવા કપાસની એમએસપીમાં મણદીઠ 111 રૂપિયાનો વધારો કરવામાં આવ્‍યો છે જે કપાસ પકવતા ખેડૂતો માટે દિવાળી જેવો માહોલ લાવશે સૌરાષ્ટ્ર અને ગુજરાતની શાન ગણાતી મગફળીના ટેકાના ભાવમાં પણ મળદીઠ રૂા.50 નો વધારો મંજૂર કરવામાં આવ્‍યો છે આ નિર્ણય દ્વારા કેન્‍દ્ર સરકારે ખેડૂતોની આર્થિક સુરક્ષા સુનિヘતિ કરવાનો પ્રયાસ કર્યો છે ખાસ કરીને ગુજરાતના અર્થતંત્રમાં મહત્‍વનો ભાગ ભજવતો આ કપાસ અને મગફળીના ભાવ વધતાં રાજ્‍યના લાખો ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થશે તેવું અંતમાં જણાવેલ હતું.

(11:00 AM IST)