News of Tuesday, 2nd June 2026
કેશોદમાં રાત્રિના ઝરમરિયો વરસાદઃ સીઝનના શુકન

(સંજય દેવાણી દ્વારા)કેશોદઃ તા.ર, છેલ્લા કેટલાક દિવસ થયા આકાશી માહોલમાં પલટાવો આવેલ છે. ભારે ગરમી અને બફારા વચ્ચે આકાશ પર વાદળો દોડતા જોવા મળતા સમયસર વરસાદના એંધાણો મળી રહ્યા છે.
દરમિયાન ગત રાત્રિના એક વાગ્યાના અરસામાં વરસાદી માહોલ ઉભો થવા પામેલા હતો. એકાએક મંદ ગતિ ના ઠંડા પવન સાથે લગભગ પંદરેક મિનિટ સુધી ઝરમરિયો વરસાદ વરસેલ હતો. વરસાદના કારણે રોડ ઉપર પાણી ચાલતા થયેલા હતા. વરસાદી વાતાવરણ વચ્ચે રાત્રિના વારંવાર વીજળી રાણી (લાઈટ) રીસાતી જોવા મળેલ હતી. નોંધનીય છે કે અત્રે દિવાળી બાદ ગત નવેમ્બર મહિનામાં વરસાદ પડેલ હતો. અત્રે છેલ્લે વરસાદ પડ્યાના સાત માસ બાદ ચોમાસુ સિઝનના આગમનની શરૂઆતમાં સૌપ્રથમ વખત વર્ષી સીઝનના શુકન કરાવેલ છે
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
