તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 21st October 2026
મોરબીના નિલેષ પર પાવડીયાળીમાં છરીથી હુમલોઃ મોબાઇલ લૂંટી લીધાનો આક્ષેપ
ત્રણ અજાણ્યાએ હુમલો કર્યોઃ સારવાર માટે રાજકોટ ખસેડાયો

રાજકોટ તા. ૨૧: મોરબીમાં રહેતાં યુવાનને તે રાતે નવેક વાગ્યે પાવડીયાળી ગામ પાસે હતો ત્યારે અજાણ્યા શખ્સે તેને આંતરી છરીથી હુમલો કરી મોબાઇલ ફોન લૂંટી લેતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો છ.ે
જાણવા મળ્યા મુજબ મોરબી સો ઓરડી વનાળીયા સોસાયટીમાં રહેતો નિલેષ મહેશભાઇ ચાવડા (ઉ.વ.૧૮) ગત રાતે નવેક વાગ્યે પાવડીયાળી ગામ પાસે ચા પીને ચાલતો ચાલતો ફોનમાં વાત કરતો જતો હતો ત્યારે અજાણ્યા શખ્સે આવી તારો ફોન આપી દે તેમ કહી ગાળો દેતાં નિલેષે ફોન આપવાની ના પાડતાં ઝપાઝપી ચાલુ કરી હતી.
આ દરમિયાન બીજા બે શખ્સોએ આવી તેની સાથે મારામારી કરી હતી. જેમાંથી એક શખ્સે છરી કાઢી હુમલો કરી ઇજા પહોંચાડતાં તે પડી ગયો હતો. બાદમાં ત્રણેય આશરે વીસ હજારનો મોબાઇલ લૂંટી ભાગી ગયા હતાં. તેમ નિલેષે જણાવતાં મોરબી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. નિલેષને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. તે એક બહેનથી મોટો છે અને કારખાનામાં કામ કરે છે. ખરેખર શું ઘટના બની તેની તપાસ થઇ રહી છે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
