હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કોડીનારમાં બે સગીર કિશોરીઓના કથિત ધર્માંતરણ કેસમાં વધુ એક આરોપી નિશાદ કાજી ઝડપાયો, હવે થશે નવા ખુલાસા
4 આરોપી કસ્ટડીમાં; કોર્ટે 3 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, કિશોરીઓને મહેસાણાના ઉનાવા દરગાહમાં 3 દિવસ રાખી બુરખો પહેરાવી કલમા પઢાવ્યાનો આરોપ

ગીર સોમનાથ તા.૩૧ : જિલ્લાના કોડીનારમાં બે સગીર કિશોરીઓના કથિત ધર્માંતરણ કેસમાં પોલીસની કાર્યવાહી તેજ બની છે. કોડીનાર પોલીસે આ કેસમાં ચોથા આરોપી ધોરાજીના નિશાદ કાજી ઉર્ફે નાસીદ કાજીની ધરપકડ કરી છે, જેની સાથે કુલ 4 આરોપીઓ હવે કસ્ટડીમાં છે.
આ પહેલા પોલીસે કોડીનારના અબ્દુલ હાજી સંધી, ઉનાવા દરગાહના મૌલવી આસિફ કવાલી ઉર્ફે મરાઠી અને સાકિર ઉર્ફે બબલીની ધરપકડ કરી હતી. પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જ્યારે કોર્ટે 3 આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ ચકચારી કેસ 24 ઓક્ટોબરે સામે આવ્યો હતો, જ્યારે પરીક્ષા આપવા ગયેલી કોડીનારની બે સગીરાઓ ઘરે પરત ન ફરી. પોલીસે 100 થી વધુ CCTV અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરી તો તેમનું લોકેશન મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા ગામે દાતાર બાપુની દરગાહ ખાતે મળ્યું હતું. પોલીસે ત્યાં દરોડો પાડી બંને કિશોરીઓને બુરખો પહેરેલી હાલતમાં મુક્ત કરાવી હતી.
પોલીસના જણાવ્યા મુજબ કિશોરીઓને વેરાવળથી ટ્રેન મારફતે ગાંધીનગર થઈ ઉનાવા લઈ જવામાં આવી હતી. રસ્તામાં નિશાદ કાજીએ તેમના ફોનમાંથી સીમ કાર્ડ તોડી નાખ્યા હતા જેથી લોકેશન ટ્રેસ ન થાય. દરગાહમાં 3 દિવસ રાખી એક કિશોરીનું નામ બદલીને 'કાજી નાયરા' રાખી કલમા પઢાવી નિકાહનો પ્રયાસ થયો હોવાનો આરોપ છે. એક કિશોરીના નિકાહ 16 વર્ષના કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સાથે કરાવ્યાનો પણ દાવો છે.
પોલીસે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ, POCSO, એટ્રોસિટી એક્ટ અને BNS હેઠળ ગુનો નોંધી SIT ની રચના કરી છે. નિશાદ કાજીની ધરપકડ બાદ મોટા નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
