News of Wednesday, 7th October 2026
વિસાવદર પાલિકા પ્રમુખ સામેનો અવિશ્વાસની દરખાસ્તનો મામલો સમેટાયો : કાલે બપોરે દરખાસ્ત પાછી ખેંચાઈ જશે
જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અરવિંદભાઇ રૈયાણી, ચંદુભાઈ મકવાણા તથા કિરીટભાઈ પટેલ સાથે ભાજપના ૨૧ સભ્યોની બેઠક યોજાઇ અને તમામ પ્રશ્નો ઉકેલાતા આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું..!!

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :વિસાવદર પાલિકા પ્રમુખ સામેનો અવિશ્વાસની દરખાસ્તનો મામલો સમેટાયો છે. આવતીકાલે કાલે ગુરુવારે પાલિકા ઓફિસ ખુલતા જ ૧૪ ભાજપના અને ૩ કોંગ્રેસના મળી કુલ ૧૭ સભ્યોની સહીવાળી અવિશ્વાસની દરખાસ્ત દરખાસ્ત પાછી ખેંચાઈ જશે તેમ જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જૂનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રભારી અરવિંદભાઇ રૈયાણી, જિલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણા તથા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ પટેલ સાથે ભાજપના ૨૧ સભ્યોની બેઠક યોજાઇ હતી અને પાલિકા પ્રમુખ સામેના અસંતોષ સંદર્ભે વિસ્તૃત ચર્ચા-વિચારણા થઈ હતી. જેમાં ઉપરોક્ત ત્રણેય મહાનુભાવોએ મધ્યસ્થી થઈ સભ્યોનો અસંતોષ દૂર કરતા આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે..!!
દરમિયાન વિસાવદર નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ માંગરોળીયાએ સતાવાર જાહેરાત કરી છે કે, પાલિકા પ્રમુખ સામેની અવિશ્વાસની દરખાસ્ત કાલે બપોરે પાછી ખેંચાઈ જશે. અસંતુષ્ઠ સભ્યોના તમામ પ્રશ્નો અરવિંદભાઈ રૈયાણી, ચંદુભાઈ મકવાણા, કિરીટભાઈ પટેલની મધ્યસ્થીથી હલ થઈ ગયા છે
(7:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
