<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th April 2026

જામનગર કોર્પોરેશનમાં અન્‍ય સમાજમાંથી કોઇ નગરસેવક લોકોના પ્રશ્નો ઉઠાવતા જોવા નહી મળે

ર બેઠક ઉપર કોંગ્રેસ અને ર ઉપર આપનો વિજય થતા સમીકરણો બદલાયા

જામનગર, તા,.ર૯:  જામનગર મહાનગર પાલીકાની ૬૪ બેઠકો પૈકી ૬૦ બેઠક ઉપર ભાજપનો જય જય કાર થયો છે.

ર બેઠકો ઉપર કોંગ્રેસ અને ર ઉપર આપનો વિજય થયો છે.

વિરોધપક્ષની જીતેલી ૪ બેઠકોમાંથી બે જીતેલા ઉમેદવારો અલ્‍તાફ ખફી અને અસલમ ખીલજી ગુજસીટોકના આરોપમાં જેલ ભોગવવી રહયા છ.

વિરોધ પક્ષના જીતેલા ચારેય ઉમેદવાર લઘુમતી સમાજમાંથી આવે છે. આમ જામનગરના ઇતિહાસમાં પ્રથમ વખત વિરોધમાં અન્‍ય સમાજમાંથી કોઇ નગરસેવક લોકોના પ્રશ્નો ઉઠાવતા જોવા નહી મળે. (૪ે.૨૧)

(5:28 PM IST)