<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

દસ દિ' સુધી કોઇ મોટી સીસ્‍ટમ બનવાની સંભાવના નથીઃ સ્‍કાયમેટ

જો કે આઇએમડીના મોડેલ મેપ્‍સમાં આગામી ૧૯-ર૦ ઓકટોબરે અરબ સાગરમાં લો-પ્રેસર સીસ્‍ટમ બને અને ર૧ તારીખે સૌરાષ્‍ટ્રમાં હળવા વરસાદની સંભાવના જોવા મળે છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૧પ :.. ખાનગી હવામાન સંસ્‍થા સ્‍કાયમેટના વાઇસ પ્રેસિડેન્‍ટ મહેશ પલાવત થોડા દિવસ પહેલા જણાવતા હતા કે, બંગાળની ખાડીમાં ૧ર ઓકટોબરે લો-પ્રેસર સીસ્‍ટમ બનશે. પછી ૧૩ ઓકટોબરે લો-પ્રેસર બને તેવી  સંભાવના હોવાનું જણાવેલ પણ લો-પ્રેસર બન્‍યુ જ નહીં જેની સ્‍પષ્‍ટતા કરતા મહેશ પલાવત જણાવે છે કે, શ્રીલંકાને સ્‍પર્શીને બનેલી ટ્રફ સાથે આ સીસ્‍ટમ ભળી જતાં - મર્જ થઇ જતાં લો-પ્રેસર બનેલ નથી.

વધુમાં મહેશ પલાવત જણાવે છે કે, આગામી દસ દિવસ સુધી, અરબ સાગર કે બંગાળની ખાડીમાં કોઇપણ લો-પ્રેસર એરિયા, ડીપ્રેસન કે સમુદ્રી તુફાન બનવાની કોઇ જ સંભાવના નથી. ગુજરાત વિષે પલાવત જણાવે છે કે, ગુજરાત હજુ ગરમ જ રહેશે.

સ્‍કાયમેટના વર્તારાથી વિપરીત, આઇએડીના ટેન ડેઝ ફોરકાસ્‍ટ મોડેલ મેપ્‍સમાં આગામી ૧૯-ર૦ ઓકટોબરે એક સીસ્‍ટમ અરબ સાગરમાં ઉદ્‌્‌ભવેલી જોવા મળે છે. અને સૌરાષ્‍ટ્રમાં આગામી ર૧ તારીખે વરસાદી માહોલ છવાય તેવું પણ દર્શાવે છે. જો કે આ મોડેલ મેપની લોંગ પીરીયડ ફોર કાસ્‍ટ હોઇ, તેમાં પરિવર્તનો થવા સંભવ રહે છે

(11:30 AM IST)