હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દેશના ઉત્તર-દક્ષિણના ભાગો ઠંડા જયારે ગુજરાત ગરમ
ગુજરાતમાં આ માસના અંતિમ દસકામાં રાત્રીના ભાગે હળવી ઠંડી શરૂ થઇ શકે છે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેરઃ તા. ૧૬ અલનિનોના પ્રભાવે ગુજરાતમાં જેમ ચોમાસામાં અનિયમિતતા અને થોડી ઘટ જોવા મળી તેમ હજુ ફેબ્રુઆરી સુધી અલનિનોનો પ્રભાવ રહેનાર હોઇ, શિયાળો ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ચરમ પર હોય છે અને કાતિલ ઠંડીનો દૌર ચાલતો હોયછે તેવી આકારી ઠંડી ઓણસાલ ભર શિયાળે પણ કદાચ નહી હોય.
હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમાલય પર્વત શૃંખલામાં બરફ વર્ષા થઇ રહી છે કાશ્મિર, હિમાચલ સહિત દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં પણ વરસાદી મહોલ હોઇ, દેશના ઉત્તરના ભાગોમાં હાલ ગરમી નહી પણ ઠંડી અનુભવાઇ રહી છે. દેશના દક્ષિણના રાજયોમાં હવામાન વિભાગની આગાહી મુજબ હજુ ર૮ તારીખ સુધી ભારે વરસાદની સંભાવના વ્યકત કરાઇ છે. પૂર્વના તટીય રાજયોને પણ વરસાદ ભીંજવી રહ્યો છે. આ ગરમીમાંથી રાહત કયારે થશે ? એવી લોકચર્ચા વધુ સંભળાઇ રહી છે ત્યારે આઇએમડીના મોડેલ મેપ્સમાં આવનાર દિવસોમાં હવાની દિશા અને દશા શું સુચવે છે? એ જોઇએ તો
આગામી ર૧ તારીખથી રાજસ્થાન અને ગુજરાતમાં દિવસે તો ઓછી ગરમી તો અનુભવાશે જ પણ રાત્રે શિયાળાની પ્રારંભિક ઠંડીનો અહેસાસ અનુભવી શકવાની સંભાવના રહે છે. કારણે ઉત્તરના પવનો ની અસર અહીં ગુજરાતમાં અનુભવાતી શરૂ થઇ જશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
