તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
રીબડા પેટ્રોલ પંપ ફાયરીંગના સાહેદને ફરીયાદ પાછી ખેંચવા નામચીન હાર્દિકસિંહે જેલમાંથી ધમકી આપી
ફાયરીંગની ફરીયાદ પાછી ખેંચી લે જે... જામીન ઉપર આવી શૂટરો ભાડે રાખી પતાવી દઇશ : જેલમાંથી ફોન કરી ધમકી આપનાર હાર્દિકસિંહ જાડેજા સામે ગોંડલ તાલુકા પોલીસમાં ગુન્હો નોંધાયો

રાજકોટ તા. ર :.. રીંબડા પેટ્રોલ પંપ ઉપરના ફાયરીંગ પ્રકરણમાં સાહદેને ફરીયાદ પાછી ખેંચવા નામચીન હાર્દિકસિંહ જાડેજાએ જેલમાંથી ફોન કરી શૂટરો મારફત પતાવી દેવાની ધમકી આપતા પોલીસમાં ફરીયાદ થઇ છે.
મળતી વિગતો મુજબ અજયસિંહ હરશ્યામસિંહ જાડેજા સ્વભક્ટર ઉ.વ.૩૫ ધંધો, ખેતી તથા વેપાર રહે. સિંધાવદર ગામ તા. ગોંડલ એ આરોપી હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ ગઇ તા. રપ-૯ ના રોજ સાંજના હું ારા કામ સબબ રીબડા ગામે થયેલ હતી ત્યારે મારા મીત્રના મોબાઇલ મારી પાસે હતો તે દરમિયાન રાત્રીના આશરે સાડા નવેક વાગ્યાની આસપાસ કોઇ અજાણ્યા મોબાઇલ નંબર ઉપરથી ફોન આવેલ અને મેમ ફોન રીસીવ કરતા સામાવાળ વ્યકિત મને જે રૂા. વે તેમ ગાળો આપવા લાગેલ જેથી મે પુછેલ કે તમે કોપણ બોલો છો તો આ વ્યકિતએ કહેલ કે હું તારો બાપ હાર્દિકસિંહ જાડેજા બોલું છું તે મારા ઉપર ફાયરીંગની ફરીયાદ કરી છે તે પાછી ખેંચી લેજે બાકી જેલમાંથી પેરોલ જામીન ઉપર આવવાનો છુ અને જામીન ઉપર આવીને શૂટરો ભાડે રાખીને ફરીથી તમારી ઉપર ફાયરીંગ કરાવીને આ વખતે જાનથી મારી નાખીશ. તેવી ધમકી આપી ગાળો આપતો હોય જેથી મેં ફોન કાપી નાખેલ હતો.
ત્યારબાદ એકાદ કલાક બાદ સાડા દસેક વાગ્યાની આસપાસ અજાણ્યા મોબાઇલ ફોન નંબર ઉપરથી વોટસએપ ફોન આવેલ જેમાંથી આ હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા સાથે વાતચીત કરતા આ હાર્દિકસિંહ જાડેજા અમોને ગાળો આપતો હોય જેથી મે ફોન કાપી નાખેલ હતો. અને આ વાત મે મારા મીત્ર રાજવિરસિંહ વનરાજિસક જસિંહ મહેલ જાહેજ તથા રા હરદીપસિંહ વ્he MICHAE શક્તીસિંહ ઝાલા તથા મારા મીત્ર સર્કલમાં વાત કરેલ અને મારા બીજા મોબાઈલમાં રેકોડીંગ કરેલ છે. તે રજુક રી ફરીયાદ કરી છે. હાર્દિકસિંહ જાડેજા માથાભારે હોય ખુન તથા ફાયરીંગ જેવા ગુન્હાઓમાં જેલ માં હોવા છતા અમોને ફોન કરી ધમકીઓ આપતો હોય જેથી આ હાર્દીકસિંહનો ડર લાગતા આજદીન સુધી હું ફરીયાદ કર વા આવેલ નહી પરંતુ આ હાર્દીકસિંહ જાડેજાના પેરોલ જામીન ના-મંજુર થતા ફરીયાદ કરેલ છે.
આ ફરીયાદ અન્વયે ગોંડલ તાલુકા પોલીસે હાર્દિકસિંહ સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે (
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
