તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 30th May 2026
હવે નવું ઘર બનાવવું કે ઓફિસનું રીનોવેશન કરવું વધુ ખર્ચાળ બનશે: 1 જૂનથી ટાઈલ્સના ભાવમાં મોટો વધારો
સિરામિક સિટી મોરબીના ઉત્પાદકો મુજબ 1જૂનથી ટાઈલ્સના ભાવમાં પ્રતિ બોક્સ દીઠ રૂ. 5નો સીધો વધારો ઝીંકવામાં આવશે

મોરબીના પ્રખ્યાત સિરામિક ઉદ્યોગમાંથી સામાન્ય જનતા માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. આગામી 1 જૂનથી ટાઈલ્સના ભાવમાં ધરખમ વધારો થવા જઈ રહ્યો છે, જેને પગલે હવે નવું ઘર બનાવવું કે ઓફિસનું રીનોવેશન કરવું વધુ ખર્ચાળ બનશે. કાચા માલ અને ઈંધણના સતત વધી રહેલા ભાવોને કારણે સિરામિક એસોસિએશન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
સિરામિક સિટી મોરબીના ઉત્પાદકોના જણાવ્યા અનુસાર, 1 જૂનથી ટાઈલ્સના ભાવમાં પ્રતિ બોક્સ દીઠ રૂ. 5નો સીધો વધારો ઝીંકવામાં આવશે. આટલું જ નહીં, હવેથી ખરીદી પ્રક્રિયામાં પણ મોટો ફેરફાર કરાયો છે, જે મુજબ વેપારીઓએ 100 ટકા એડવાન્સ પેમેન્ટ એટલે કે પૂરેપૂરા રોકડા નાણાં ચૂકવીને જ માલ ખરીદવો પડશે. આ નવા નિયમોની સીધી અસર બાંધકામ ક્ષેત્ર અને મધ્યમ વર્ગના બજેટ પર જોવા મળશે.
ટાઈલ્સના ભાવમાં વધારો કરવા પાછળનું મુખ્ય કારણ ઉત્પાદન ખર્ચમાં થયેલો અસહ્ય વધારો છે. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક સ્તરે નેચરલ ગેસ, ડીઝલ અને ટાઈલ્સ બનાવવા માટે વપરાતા કાચા માલ (રો-મટીરીયલ)ના ભાવ સતત વધી રહ્યા છે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાને કારણે ફેક્ટરી માલિકો માટે જૂના ભાવે ઉત્પાદન ચાલુ રાખવું અશક્ય બન્યું હતું, જેના કારણે આ ભાવવધારો અનિવાર્ય બન્યો છે.
(1:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
