તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
હવે અમરેલી-ભાવનગર જીલ્લા ઉપર મેઘો મહેરબાનઃ ૧ થી ૬ ઇંચ
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ બરકરાર : હળવો-ભારે વરસતો વરસાદ : ઘોઘામાં ૬, ભાવનગર-શિહોર-અમરેલી-લાઠી-બાબરામાં સાડા ૪ ઇંચ : સાવરકુંડલા ૪, માળીયા મિંયાણા અને લીલીયા ૩, મહુવા અઢી, રાજુલા-જેશરમાં બે ઇંચ વરસ્યો

રાજકોટ, તા.,૭: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં સાર્વત્રિકના બદલે જીલ્લા વાઇઝ વરસાદ વરસી રહયો છે. ચોમાસાના પ્રારંભે જુનાગઢ અને ગીર સોમનાથ જીલ્લામાં મેઘરાજાએ સટાસટી બોલાવ્યા બાદ હવે મેઘરાજાના નિશાના ઉપર અમરેલી અને ભાવનગર જીલ્લો છે. આ બન્ને જીલ્લામાં ૧ થી ૬ ઇંચ વરસાદ પડયો છે જો કે સોૈ કોઇ સાર્વત્રિક વરસાદની રાહ જોઇ રહયા છે.
ભાવનગર જીલ્લાના ઘોઘામાં ૬ ઇંચ અને ભાવનગર, શિહોર, અમરેલી, લાઠી, બાબરામાં સાડા ૪ ઇંચ વરસાદ પડયો છે.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર શહેર અને જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાએ જમાવટ કરી હતી. માત્ર બે જ કલાકમાં ઘોઘામાં ૬ ઇંચ અને ભાવનગર શહેરમાં અને શિહોરમાં ૪.૫ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો. ધોધમાર વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ગોહિલવાડ પંથકમાં ગાજવીજ સાથે શ્રીકાર વર્ષા થઈ છે.
મોડી રાતે અનુરાધાર વરસાદ વરસતા અનેક નિશાન વાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા હતા .સર્કલો અને મુખ્ય માર્ગો જાણે સ્વિમિંગ પૂલ બની ગયા હતા. શહેરના કાળિયા ભીલ વિસ્તારમાં સરદાર પટેલ સોસાયટીના મહિને રોડ પર ચાર ચાર ફૂટ જેવું પાણી પડે છતાં સ્થાનિક રહેશો ની ગાડીઓ પણ પાણીમાં તરવા લાગી હતી. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા. માર્કેટિંગયાર્ડથી નારી ચોકડી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી.
ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ દરમિયાન શહેરના ઘોઘા સર્કલ લીંબડીઓમાં એક જર્જરીત બિલ્ડીંગનો સ્લેબ તૂટયો હતો.
આજે મંગળવારે સવારે પણ ભાવનગર શહેર અને જિલ્લામાં વરસાદી ઝાપટા શરૂ રહ્યા હતા. ભાવનગર શહેર અને સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામતા ગરમીથી છુટકારો મળ્યો છે. અમે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
ભાવનગર
વલ્લભીપુર પ૭ મી. મી.
ઉમરાળા ૮૦ મી. મી.
ભાવનગર ૧૧પ મી. મી.
ઘોઘા ૧પ૬ મી. મી.
શિહોર ૧૧૩ મી. મી.
ગારીયાધાર ૮૯ મી. મી.
પાલીતાણા પ૪ મી. મી.
તળાજા ૩૭ મી. મી.
મહુવા ૬૧ મી. મી.
જેશર પ૪ મી. મી.
અમરેલી
સાવરકુંડલા-વડીયા રપ મી. મી.
બાબરા ૧૧૧ મી. મી.
લાઠી ૧૧૭ મી. મી.
લીલીયા ૭ર મી. મી.
અમરેલી ૧૧૧ મી. મી.
બગસરા ૧૯ મી. મી.
ધારી ૧૧ મી. મી.
સાવરકુંડલા ૯૭ મી. મી.
ખાંભા ર૯ મી. મી.
જાફરાબાદ ૧૯ મી. મી.
રાજુલા પ૦ મી. મી.
મોરબી
ટંકારા ૧૭ મી. મી.
મોરબી ૧૩ મી. મી.
વાંકાનેર ૭ મી. મી.
હળવદ ૬ મી. મી.
માળીયામિંયાણા ૭૩ મી. મી.
કચ્છ
રાપર ૩૮ મી. મી.
ભુજ ૧ મી. મી.
ભચાઉ પ મી. મી.
અંજાર ર મી. મી.
બોટાદ
બોટાદ ૩પ મી. મી.
ગઢડા ૪પ મી. મી.
રાણપુર ૪ મી. મી.
બરવાળા ૪૬ મી. મી.
જુનાગઢ
માણાવદર ૧૦ મી. મી.
વંથલી ર મી. મી.
જુનાગઢ પ મી. મી.
ભેંસાણ ૪ મી. મી.
વિસાવદર ૧૯ મી. મી.
મેંદરડા પ મી. મી.
કેશોદ ૩૪ મી. મી.
માંગરોળ પ મી. મી.
માળીયાહાટીના ૧ર મી. મી.
જામનગર
જામનગર ૪ મી. મી.
જોડીયા ર૩ મી. મી.
ધ્રોલ ૧૧ મી. મી.
કાલાવડ ૧૩ મી. મી.
લાલપુર ર૦ મી. મી.
જામજોધપુર ૩ મી. મી.
રાજકોટ
રાજકોટ ૭ મી. મી.
લોધીકા ૧૦ મી. મી.
કોટડાસાંગાણી ૮ મી. મી.
જસદણ ૯ મી. મી.
ગોંડલ ૧૪ મી. મી.
જામકંડોરણા ૮ મી. મી.
ધોરાજી પ મી. મી.
જેતપુર ૪ મી. મી.
વિંછીયા ર૦ મી. મી.
દેવભૂમિ દ્વારકા
ખંભાળીયા ૯ મી. મી.
ભાણવડ પ મી. મી.
ગીર સોમનાથ
તાલાલા પ મી. મી.
સુત્રાપાડા ૧ મી. મી.
કોડીનાર ૭ મી. મી.
ઉના ૪ મી. મી.
(11:10 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
