તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 11th September 2026
હવેથી કેશોદ વિસ્તારના દર્દીઓએ બ્લડ કે બ્લડનું કમ્પોનન્ટ લેવા માટે બહારગામ દોડવું નહીં પડે
સાંગાણી હોસ્પિટલે પેથોલોજિસ્ટ બ્લડ બેન્ક તથા નવજાત બાળકો માટે એન.આઈ.સી.યુ. નો પ્રારંભ પી.એમ.જે. એ. યોજના હેઠળ તદ્દન ફ્રી સારવાર

(સંજય દેવાણી દ્વારા) કેશોદઃ તા.૧૧, અત્રે ની સાંગાણી હોસ્પિટલ ખાતે ડો. અજય સાંગાણી તથા ડો. રાજેશ સાંગાણી દ્વારા બે નવા વિભાગ ની શરૂઆત કરવામાં આવેલ છે. જેમાં ૨૦ બેડ નું અત્યાધુનિક અને અધ્યતન એન.આઈ.સી.યુ. (નવજાત શિશુ માટે નૉ સધન સારવાર વિભાગ) તેમજ બ્લડ કમ્પોનન્ટ અને પેથોલોજિસ્ટ ધરાવતી બ્લડ બેન્ક નું ઉદ્ધાટન જૂનાગઢના સંસદ રાજેશભાઈ ચુડાસમા ના હસ્તે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓની ઉપસ્થિતિમાં કરવામાં કરવામાં આવેલ હતું.
આ અંગે ડો. અજયભાઈ સાંગાણી તથા ડો. રાજેશભાઈ સાંગાણી એ માહિતી આપતા જણાવેલ હતું કે, નવજાત-તાજા જન્મેલા બાળકો ને થતા રોગ ની તાત્કાલિક અસરથી સારવાર કરવા માટે એક સેન્ટ્રલાઈઝ ૨૦ બેડ નું એન.આઈ. સી. યુ. શરૂ કરેલ છે. જેમાં ફુલ ટાઈમ ડોક્ટર ઉપરાંત કેશોદના બાળ રોગના નિષ્ણાંત ચાર ડોક્ટરો ની ટીમ અમારી સાથે જોડાયેલ છે.એ સિવાયના શહેરના અન્ય ડોક્ટરો એ એન.આઇ.સી.યુ. માં પોતાના પેશન્ટને રીફર કરી અહીં ટ્રીટમેન્ટ કરી શકે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવેલ છે. દર્દી ને આપવામાં આવતી સારવાર દરમિયાન એક કરતા વધારે ડોક્ટરો ના ઓપિનિયર ની જરૂર પડતી હોય હોસ્પિટલ સાથે જોડાયેલા નિષ્ણાંત ડોક્ટરો ની ટીમ ના માર્ગદર્શન નો લાભ મળી રહે તે બાબતને ધ્યને લઈ આ ૨૦ બેડનો સેન્ટ્રલાઈઝ એન.આઇ.સી.યુ. શરૂ કરવાનો મુખ્ય હેતુ રહેલ છે. બીજી તરફ તાજા જન્મેલા થી લઈ ૧૪ વર્ષ ની વયના બાળકો માટે એન.આઈ. સી.યુ. માં થતી તમામ સારવાર સરકારશ્રી ની પી.એમ.જે.એ.યોજના હેઠળ તદ્દન ફ્રી કરવામાં આવશે.
દરમિયાન ડો. સાંગાણી એ વધુમાં જણાવેલ હતું કે,આ સાથે તમામ બ્લડ કમ્પોનેન્ટ અલગ પાડી શકે તેવી અત્યાધુનિક મશીનરી થી સજ્જ ફુલ ટાઈમ પેથોલોજીકલ બ્લડ બેન્ક ની પણ શરૂઆત કરેલ છે. જેમાં બ્લડ તથા બ્લડના કમ્પોનેન્ટ સહિતની જરૂરી વસ્તુઓ મળી રહેશે. જે અત્યાર સુધી લેવા માટે દર્દીએ અથવા તેમના સગા- સંબંધીઓ એ જુનાગઢ અથવા રાજકોટ જવું પડતું હતું જેના કારણે ઘણો સમય બગડવા ની સાથે ભારે હેરાનગતિ પણ થતી. ત્યારે આ સુવિધા અત્રે ઉપલબ્ધ થતા લોકો એ આ માટે બહારગામ દોડવુ નહીં પડે અને તાત્કાલીક અસરથી સારવાર મળી રહેશે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
