તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 5th October 2026
હવે ભુજ દિલ્હીની દરરોજ બે ફ્લાઈટ
એર ઈન્ડિયા વધુ એક ફ્લાઈટ શરૂ કરશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૫: કચ્છના હવાઈ જોડાણને વધુ સુદૃઢ બનાવવાના મહત્વપૂર્ણ પગલા રૂપે ભુજ-દિલ્હી વચ્ચે ૨૫ ઓક્ટોબરથી વધુ એક હવાઈ સેવા શરૂ થવા જઈ રહી છે. આ નિર્ણયને આવકારતાં કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા નાગરિક ઉડ્ડયન મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો છે. સાંસદે જણાવ્યું હતું કે ભુજ-દિલ્હી વચ્ચે વધારાની ફ્લાઈટ શરૂ થવાથી કચ્છ અને દેશની રાજધાની વચ્ચેની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે. તેનો સીધો લાભ વેપારીઓ, ઉદ્યોગકારો, પ્રવાસન ક્ષેત્ર, વિદ્યાર્થીઓ તેમજ દિલ્હી આવન-જાવન કરતા કચ્છના નાગરિકોને મળશે.
૨૫ ઓક્ટોબરથી ભુજથી દિલ્હી માટે સવારે ૮:૧૫ કલાકે ફ્લાઈટ ઉપડી સવારે ૯:૪૫ કલાકે દિલ્હી પહોંચશે, જ્યારે બીજી ફ્લાઈટ ભુજથી સાંજે ૫:૨૫ કલાકે ઉપડી દિલ્હી પહોંચશે. સામે દિલ્હીથી ભુજ માટે સવારે ૫:૫૦ કલાકે ફ્લાઈટ ઉપડી સવારે ૭:૩૫ કલાકે ભુજ પહોંચશે તથા બીજી ફ્લાઈટ બપોરે ૨:૫૦ કલાકે દિલ્હીથી ઉપડી સાંજે ૪:૫૫ કલાકે ભુજ પહોંચશે. આમ, ૨૫ ઓક્ટોબરથી ભુજ એરપોર્ટ પરથી દિલ્હી માટે બે દૈનિક ફ્લાઈટ ઉપલબ્ધ બનશે. હાલમાં ભુજથી મુંબઈ માટે પણ સવારે ૮:૫૦ અને બપોરે ૩:૧૫ કલાકે સીધી બે ફ્લાઈટ ઉપલબ્ધ છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
