<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 19th May 2026

સૌરાષ્‍ટ્ર-કચ્‍છની પાલિકાઓમાં શાસન ધુરા સંભાળતા હોદેદારો

સામાન્‍ય સભાની બેઠકમાં જુદી-જુદી પાલિકાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડકની જાહેરાત

પ્રથમ તસ્‍વીરમાં ગોંડલ, બીજી તસ્‍વીરમાં કચ્‍છ, ત્રીજી તસ્‍વીરમાં સુત્રાપાડા પાલિકાના હોદેદારો નજરે પડે છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી (ગોંડલ), વિનોદ ગાલા (ભુજ).

રાજકોટ, તા. ૧૯: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છી નગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આજે જુદી-જુદી પાલિકાઓમાં હોદેદારોની જાહેરાત કરાઇ છે.

કચ્‍છ

(વિનોદ ગાલા દ્વારા) ભુજઃ રાજ્‍યની સાથે કચ્‍છ જિલ્લાની ચાર નગરપાલિકાઓના નવા સુકાનીઓની આજે તા. ૧૯-૦૫-૨૦૨૬ના રોજ જાહેરાત કરવામાં આવી છે. કચ્‍છ કમલમ મધ્‍યે આયોજિત બેઠકમાં ભુજ, માંડવી, મુન્‍દ્રા અને નખત્રાણા નગરપાલિકાના હોદ્દેદારોના નામ જાહેર કરાયા હતા. મોટે ભાગે નવા ચહેરાઓને સત્તાનું સુકાન સોંપવામાં આવ્‍યું છે.

ભુજ

પ્રમુખ તરીકે શીતલભાઈ શાહ, ઉપપ્રમુખ તરીકે બિંદિયાબેન ઠક્કર, કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવી, શાસક પક્ષના નેતા ધર્મેશભાઈ ગોર અને દંડક તરીકે રૂપલબેન ચાવડાની વરણી કરવામાં આવી છે.

માંડવી

પ્રમુખ પદે વર્ષાબેન જોશી, ઉપપ્રમુખ મુકેશભાઈ રાબડીયા, કારોબારી ચેરમેન વિજયભાઈ ગઢવી, શાસક પક્ષના નેતા વિજયભાઈ ચૌહાણ અને દંડક તરીકે જીગરભાઈ ધાયાણીની નિમણૂક થઈ છે.

મુન્‍દ્રા

પ્રમુખ તરીકે ભોજરાજભાઈ ગઢવી, ઉપપ્રમુખ આશાબેન સોરઠીયા, કારોબારી ચેરમેન ધર્મેન્‍દ્રસિંહ ઝાલા, શાસક પક્ષના નેતા દિલીપભાઈ ગોર અને દંડક તરીકે પ્રકાશભાઈ ઠક્કરની વરણી કરાઈ છે.

નખત્રાણા

પ્રમુખ પદે વસંતભાઈ વાઘેલા, ઉપપ્રમુખ દમયંતીબેન ડાયાલાલ સેંઘાણી, કારોબારી ચેરમેન ચંદનસિંહ આર. રાઠોડ, શાસક પક્ષના નેતા સવિતાબેન દરજી અને દંડક તરીકે જાગળતિબેન ઠક્કરની પસંદગી કરવામાં આવી છે.

ચારેય નગરપાલિકામાં નવા હોદ્દેદારોની નિમણૂક બાદ વિકાસ કામોને વેગ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

જામરાવલ

દેવભૂમિ દ્વારકા જિલ્લાની જામ રાવલ નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની તા. ૧૯-૦૫-૨૦૨૬ના રોજ વરણી કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર મોતીબેન પરમાર અને ઉપપ્રમુખ પદના ઉમેદવાર મોહન વાઘેલાની વરણી કરવામાં આવી છે.

નવનિયુક્‍ત પ્રમુખ મોતીબેન પરમાર અને ઉપપ્રમુખ મોહન વાઘેલાનું કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો દ્વારા ઉષ્‍માભર્યું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે પક્ષના હોદ્દેદારો અને સમર્થકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

નવી ટીમ દ્વારા જામ રાવલ નગરના પ્રાથમિક પ્રશ્‍નો જેવા કે પાણી, રસ્‍તા, સફાઈ અને સ્‍ટ્રીટ લાઈટની સમસ્‍યાના નિરાકરણને પ્રાથમિકતા આપવાની ખાતરી આપવામાં આવી છે. નગરજનોએ નવા હોદ્દેદારો પાસેથી વિકાસના કામોને વેગ મળશે તેવી અપેક્ષા વ્‍યક્‍ત કરી છે.

ધ્રાંગધ્રા

ધ્રાંગધ્રા નગરપાલિકાના નવા પદાધિકારીઓની વરણી તા. ૧૯-૦૫-૨૦૨૬ના રોજ કરવામાં આવી છે. નગરપાલિકાના પ્રમુખ પદે દામિની ગોવાણી અને ઉપપ્રમુખ તરીકે સહદેવસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે.

આ ઉપરાંત નગરપાલિકાના કારોબારી ચેરમેન તરીકે પ્રવિણ રબારી, શાસક પક્ષના નેતા તરીકે સતિષ ડાભી અને દંડક તરીકે રાજુભાઈ પટેલની નિયુક્‍તિ કરવામાં આવી છે.

નવનિયુક્‍ત તમામ હોદ્દેદારોનું નગરપાલિકા કચેરી ખાતે ફૂલહાર અને બુકેથી સન્‍માન કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે પક્ષના આગેવાનો, કાર્યકરો અને શુભેચ્‍છકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

નવી ટીમ ધ્રાંગધ્રા શહેરના વિકાસ કાર્યોને વેગ આપશે અને પ્રજાલક્ષી પ્રશ્નોના નિરાકરણ માટે કટિબદ્ધ રહેશે તેવી આશા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

(3:26 PM IST)