તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th October 2026
પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષક વર્ગ-૩ સંવર્ગના વહીવટી કર્મચારીઓની સ્વૈચ્છિક ફેરબદલીથી નિમણૂંકના આદેશો જારી કરાયા : મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાના કર્મચારીઓની અન્ય સ્થળોએ થઈ બદલી : જુઓ સંપૂર્ણ સૂચિ
આમુખ-૧થી જિલ્લા આંતરિક બદલી અંગે મળેલી સત્તા અન્વયે અને સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી મારફત મળેલી દરખાસ્તો પરતવે મોરબી તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના સાત જેટલા કર્મચારીઓને હાલના ફરજ સ્થળેથી અન્ય બીટ અને તાલુકામાં બદલવામાં આવ્યા

ગાંધીનગર: પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, વિધા સમીક્ષા કેન્દ્ર, ભોયતળીએ, પુનિત વનની સામે, સેક્ટર-૧૬, ગાંધીનગર દ્વારા તા. ૩૦/૧૦/૨૦૨૫ ના રોજ કચેરી આદેશ ક્રમાંક: પ્રાશિનિ/મકમ/ક-૧/મ.કે.નિ.બદલી/૨૦૨૫/૨૬૦૬-૪૦ થી મદદનીશ કેળવણી નિરીક્ષક (વર્ગ-૩) સંવર્ગના વહીવટી કર્મચારીઓની સ્વૈચ્છિક ફેરબદલીના આદેશો કરવામાં આવ્યા છે. શિક્ષણ વિભાગના તા. ૧૬/૦૧/૨૦૨૪ ના પત્ર અને સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી મારફત મળેલી દરખાસ્તોને ધ્યાનમાં રાખીને આ હુકમ કરાયો છે. બીજા હુકમ ન થાય ત્યાં સુધી તેમને મળતા પગાર અને પગાર ધોરણમાં નામ સામે જણાવેલ જગ્યાઓ પર ફરજ બજાવવા માટે સ્વૈચ્છિક ફેરબદલીથી નિમણૂંક કરવામાં આવી છે.
આ બદલીઓ અંતર્ગત કયા કર્મચારીને કઈ જગ્યા પરથી કઈ જગ્યાએ મુકવામાં આવ્યા છે તેની વિગતો નીચે મુજબ છે:
૧. જીવાણી ધર્મેન્દ્રભાઈ ગણેશભાઈ: મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ટંકારા બીટમાંથી બદલી કરીને મોરબી જિલ્લાના મોરબી તાલુકાના બીટ નં-ર માં નિમણૂંક આપવામાં આવી છે.
૨. રાઠોડ કિશોર દેવદાનભાઈ: મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વાંકાનેર-૧ બીટમાંથી બદલી કરીને મોરબી જિલ્લાના મોરબી તાલુકાના બીટ-૧ માં નિમણૂંક આપવામાં આવી છે.
૩. મકવાણા તુલસીભાઈ ગોવિંદભાઈ: સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સાયલા-ર બીટમાંથી બદલી કરીને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બીટ-ર માં નિમણૂંક આપવામાં આવી છે.
૪. પટેલ જીપલકુમાર ગણપતભાઈ: સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચુડા બીટમાંથી બદલી કરીને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બીટ-૧ માં નિમણૂંક આપવામાં આવી છે.
૫. પ્રજાપતિ કૌશિકભાઈ પંકજભાઈ: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લખતર બીટમાંથી બદલી કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના બીટ-૧ માં નિમણૂંક આપવામાં આવી છે.
૬. પુરોહિત ભરતસિંગ નારણજી: સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ધ્રાંગધ્રા-૩ બીટમાંથી બદલી કરીને સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના બીટ-ર માં નિમણૂંક આપવામાં આવી છે.
૭. રાઠોડ સુમિતકુમાર પરસોત્તમભાઈ: સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના થાનગઢ બીટમાંથી બદલી કરીને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના બીટ-૩ માં નિમણૂંક આપવામાં આવી છે.
(6:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
