તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 24th September 2026
ભાવનગર જિલ્લા માહિતી કચેરીના અધિકારીઓ-કર્મચારીઓએ શ્રમદાન કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો
સ્વચ્છ કચેરી, સ્વચ્છ પરિસર’ના સંકલ્પ સાથે કચેરીના પ્રથમ અને દ્વિતીય માળ, વાહન ગેરેજ સહિતના વિવિધ વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર:રાજ્યવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ભાવનગર જિલ્લા માહિતી કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સામૂહિક શ્રમદાન સાથે સઘન સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ‘સ્વચ્છ કચેરી, સ્વચ્છ પરિસર’ના સંકલ્પ સાથે કચેરીના પ્રથમ અને દ્વિતીય માળ, વાહન ગેરેજ સહિતના વિવિધ વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી હતી.
ઝુંબેશ દરમિયાન કચેરીના પંખા, ટ્યુબલાઈટ, કબાટ, બારીના કાચ, ગ્રીલ, દરવાજા, કમ્પ્યુટર, પ્રિન્ટર તથા ડેસ્ક સહિતની સફાઈ સાથે કોરિડોર અને અન્ય વિસ્તારોમાં એકત્રિત કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, સરકારી વાહનની આંતરિક અને બાહ્ય સફાઈ પણ કરવામાં આવી હતી.
સ્વચ્છતા દૈનિક કાર્યશૈલીનો અભિન્ન ભાગ બને અને સ્વચ્છ, સુઘડ કાર્યપરિસર જળવાઈ રહે તેવા સંદેશ સાથે સ્વચ્છતા ઝુંબેશ યોજાઈ હતી.
આ ઝુંબેશમાં ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક આર.એસ. ચૌહાણ, સિનિયર સબ એડિટર સુનિલ મકવાણા, માહિતી મદદનીશ કૌશિક શીશાંગીયા, જે.બી.પરમાર સહિતના અધિકારીઓ-કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક શ્રમદાન કરી સહભાગીતા નોંધાવી હતી
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
