તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 15th May 2026
હે ભગવાન ! અસહ્ય માર સાથે શરીરે બટકા ભરી બીડીના ડામ આપી હેવાનિયતની હદ વટાવી !! બે વર્ષની બાળકી ઉપર સગી જનેતા અને સાવકા પિતાનો અત્યાચાર
ભુજના માધાપર ગામે માસૂમ બાળકીનો ચિત્કાર સાંભળી પાડોશીઓએ પોલીસને બોલાવી, બાળકીને હેમરેજ થયું, દરરોજ દોઝખ જેવો ત્રાસ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૧૫ : ક્રૂરતાપૂર્વક મમતાનું ગળું ઘોંટી માસૂમ બાળકી ઉપર દોઝખ જેવો અત્યાચાર ગુજારવાનો હેરાન કરી દેતો બનાવ કચ્છના ભુજ નજીકના માધાપર ગામે બહાર આવ્યો છે પથ્થર હૃદયને પણ પીગળાવી દે એવો અત્યાચાર બે વર્ષની માસૂમ બાળકી ઉપર સગી જનેતાએ અને સાવકા બાપે વર્તાવી હેવાનિયતની હદ્દ વટાવી દીધી છે. માધાપર જુનાવાસમાં રહેતા યુપીના પરિવારના ઘર માંથી દરરોજ માસૂમ બાળકીના ચિત્કાર સાંભળતા પાડોશીઓએ અંતે પોલીસને બોલાવી ત્યારે માસૂમ બાળકી ઉપર ગુજારાયેલ અત્યાચારને નિહાળી સૌની આંખોમાં આંસુ આવી ગયા હતા. માધાપરના મહિલા પીઆઈ એ.કે. જાડેજાએ જ્યારે ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે બે વર્ષની માસૂમ બાળકી લોહી લુહાણ હતી તેનું માથું ભીંત સાથે અફળાવતા તેને હેમરેજ જેવી સ્થિતિ થઈ હતી. બાળકીના શરીર ઉપર બચકા અને બીડીના ડામ હતા. બાળકીની માતાના બીજા લગ્ન હતા જ્યારે સાવકા પિતાના પણ આ બીજા લગ્ન હતા. બંનેના આગળના સંતાનો તેમના અગાઉના પરિવાર સાથે હતા આ ૨ વર્ષની માસૂમ બાળકી જ તેમની સાથે હતી. સાવકા પિતાને બાળકી ગમતી ન હોઈ મારપીટ કરતા હતા જેને લઈને સગી જનેતા પણ મારપીટ કરતી હતી. પડોશીઓએ જાગૃતિ દર્શાવી પોલીસે કડક પગલાં ભરી જલ્લાદ જેવા માં બાપની અટકાયત કરી સખત કાયદાકીય કાર્યવાહી કરી હાલ જેલ હવાલે કર્યા છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
