હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જખૌમાં ઓખાના માછીમારની હત્યાઃ બહેન અંગેની ટીપ્પણીથી મિત્રને પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધો
બિનવારસુ લાશનો ભેદ ઉકેલી આરોપીને દરિયામાંથી ઝડપી પાડ્યોઃ મળતક અને આરોપી બંને ઓખાના વતની : જખૌ માછીમારી માટે આવ્યા હતા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ, તા.૧૦: કચ્છના જખૌ બંદર નજીક બાવળની ઝાડીમાંથી મળી આવેલા અજાણ્યા પુરૂષના મળતદેહનો ભેદ જખૌ પોલીસ અને ભુજ SOGએ ઉકેલી કાઢયો છે. પોલીસે હત્યાના ગુનામાં મુખ્ય આરોપી હાજી જુમા સિદ્ધી (રહે. ગાંધીનગરી, ઓખા)ને ઝડપી પાડ્યો છે.
ગત તા. ૫ સપ્ટેમ્બરના રોજ જખૌ ગામના ઓધવરામ ગેટ નજીક જખૌ-નલિયા રોડની બાજુની બાવળની ઝાડીમાંથી અજાણ્યા પુરુષનો મળતદેહ મળી આવ્યો હતો. શરૂઆતમાં અકસ્માતે મોતનો ગુનો નોંધાયો હતો. જોકે, પોસ્ટમોર્ટમ દરમિયાન મળતકના માથાના ભાગે ગંભીર ઈજાઓ મળી આવતાં પોલીસને હત્યાની આશંકા મજબૂત બની હતી.
ઘટનાની ગંભીરતાને પગલે DYSP મનિષા દેસાઈના માર્ગદર્શન હેઠળ PSI આર.જે. ગોહિલના નેતળત્વમાં ત્રણ ટીમો બનાવી તપાસ શરૂ કરાઈ હતી. પોલીસે CCTV ફૂટેજ, જખૌ બંદરેથી ગુમ થયેલા માછીમારોની વિગતો તેમજ સ્થાનિકો અને માછીમારો વચ્ચેના તાજેતરના ઝઘડાઓની તપાસ હાથ ધરી હતી. દરમિયાન લ્બ્ઞ્ના જોરાવરસિંહ જાડેજાને મળેલી બાતમી અને ફિશરીઝ વિભાગની ‘ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ'ની મદદથી આરોપી અંગે મહત્વની કડી મળી હતી. પોલીસ તપાસમાં મળતકની ઓળખ ઓસમાન ઉમર કેર (રહે. ગાંધીનગરી, ઓખા) તરીકે થઈ હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ ઝઘડા સમયે ઓસમાનના માથાના ભાગે પથ્થર વડે હુમલો કરી તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, મળતકે આરોપીની બહેન અંગે કરેલી ટીપ્પણી હત્યાનું મુખ્ય કારણ બની હતી. મળતક અને આરોપી લાંબા સમયથી મિત્રો હતા, પરંતુ નાનકડો ઝઘડો ઉગ્ર બનતાં આરોપીએ જીવલેણ હુમલો કર્યો હતો. હત્યા કર્યા બાદ આરોપી ફરી માછીમારીની પ્રવળત્તિમાં જોડાઈ ગયો હતો અને પોલીસને તેની જાણકારી મળ્યા બાદ તેને દરિયામાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. આ કામગીરીમાં ઝળ્લ્ભ્ મનિષા દેસાઈ, ભ્લ્ત્ આર.જે. ગોહિલ, લ્બ્ઞ્ના જોરાવરસિંહ જાડેજા, નિર્મલસિંહ જાડેજા સહિત જખૌ પોલીસનો સ્ટાફ જોડાયો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
