તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
ઓખા પાલિકાની ચૂંટણી શાંતીપુર્ણઃ કાલે મત ગણતરી
૬૩.ર૭ ટકા મતદાન બાદ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જીતના દાવાઃ સૌની નજર પરિણામ ઉપર

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧રઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા પાલિકાની ચૂંટણીમાં ગઇકાલે શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું. દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના તથા અધિક નિવાસી કલેકટર મેહુલ દેસાઇના માર્ગદર્શનમાં ચૂંટણી અકિારી કૃષ્ણા સોલંકી તથા મદદનિશ ચૂંટણી અધિકારી અનિલકુમાર તેડા દ્વારા વ્યવસ્થા ગોઠવાઇ હતી તથા ડી.વાય.એસ.પી. સાગર રાઠોડ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવતા શાંતિપૂર્ણ રીતે અને એકપણ અવ્યવસ્થાની ફરિયાદ વગર ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઇ છે તથા ૧૩-૧૦ના આવતી કાલે દ્વારકા એન.ડી.એચ. હાઇસ્કૂલે મત ગણતરી થશે.
વોર્ડ નં. એકમાં પાંચ મતદાન બુથો પર રપપ૦નું મતદાન થયું હતું. વોર્ડ-બે માં ૪૦૩૦, વોર્ડ-૩ માં ર૦૮૬, વોર્ડ પાંચ માં ૩ર૪૪, વોર્ડ-૬માં ૩ર૯૯, વોર્ડ-૭ માં રપ૩૩, વોર્ડ-૮ માં ર૭૧ર અને વોર્ડ-૯ માં ર૬પપ સાથે કુલ મતદાન ર૩૧૦૯ સાથે ૬૩.ર૭ ટકા થયું હતું.
ભાડથર જિલ્લા પંચાયત ચૂંટણીમાં ૬પ.૪૪ ટકા મતદાન
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાડથર જિલ્લા પંચાયતની બેઠકની ચૂંટણી ગઇકાલે યોજાઇ હતી જેમાં ૬પ.૪૪ ટકા મતદાન થયું હતું.
ચૂંટણી અધિકારી વિશાલ પટેલ દ્વારા વ્યવસ્થા ગોઠવાઇ હતી તથા એ.એસ.પી. પ્રખરકુમાર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો અહીં આપ અને કોંગ્રેસ ભાજપના ત્રણ ઉમેદવારો છે જેમાં ભાજપ આપ વચ્ચે મુખ્ય સ્પર્ધા છે. ૧૩-૧૦-ર૬ના જિલ્લા પંચાયત ખંભાળિયા ખાતે મત ગણતરી પરિણામ આવશે.
આમ આદમી પાર્ટીનો સમર્થક મતદારોને પૈસા આપતા પકડાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાનાં ભાડથર જિલ્લા પંચાયતની સીટની ગઇકાલે ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ભારે રસાકસીભરી ચૂંટણીમાં ગઇકાલે બપોરે ભાડથર ગામના સરપંચ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારના સંબંધી સમર્થક સામત પબુભાઇ કંડોરીયા ભાડથર સરકારી શાળાના મતદાન મથકની નજીક ૧૦૦ મીટરના એરીયામાં મતદારોને રોકડ રૂપિયા આપીને મત આપવા વિનંતી કરતા હોય તેવો વીડીયો સોશ્યલ મીડીયામાં ફેલાતા ભારે ચર્ચા મચી ગઇ હતી.
ગાંધીનગરથી ચૂંટણી પંચ દોડયું!!
આ વીડીયો સાથે અંગ્રેજી ગુજરાતીમાં ટાઇપ કરેલ વિગતો સાથેનો આ વીડીયો સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં તથા ગુજરાતની તમામ ચેનલોમાં પણ પહોંચી જતાં અને રાજય ચૂંટણી પંચને જાણ થતાં તેમણે દ્વારકા જિલ્લા મામલતદાર તથા ચૂંટણી અધિકારી શ્રી પટેલને આ બાબતે પુછતા તથા દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ તન્ના તથા અધિક નિવાસી કલેકટર મેહુલ દેસાઇ દ્વારા આ બાબતે ચૂંટણી અધિકારીને રીપોર્ટ કરવા જણાવતા વીડીયોમાં તથ્ય હોય ભાડથર પ્રાથમિક શાળાના પ્રિસાઇડીંગ ઓફિસર વિપુલ રામજીભાઇ નકુમ દ્વારા સામતભાઇ પબુભાઇ કંડોરીયા સામે બી.એન.એસ.ની કલમ ૧૭૩ તથા ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ હેઠળ પોલીસ ફરિયાદ કરતા એ.એસ.પી. પ્રખરકુમારના માર્ગદર્શનમાં પી.આઇ. સી. આર. રાણા તથા પો.સ.ઇ. જે. એમ. અગ્રાવત દ્વારા આરોપી સામત કંડોરીયાની ધરપકડ કરવામાં આવતા ભારે ચર્ચા જાગી હતી.
આપ પક્ષ તથા ભાજપ દ્વારા ભાડથર જિલ્લા પંચાયત ચૂંટણીમાં જીત માટે ખુબ હરીફાઇ થઇ હતી.
ઓખામાં કયાં વોર્ડમાં કેટલું મતદાન ?
(દિવ્યેશ જટણીયા દ્વારા) મીઠાપુર, તા. ૧ર : રવિવારે ઓખા નગર પાલિકાની સામાન્ય ચૂંટણીનું મતદાન હતું. બધા જ ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાડી દીધું હતું અને કુલ ૬૩.ર૭ ટકા જેટલું મતદાન નોંધાયુ હતું. હવે જયારે મત ગણતરી થશે ત્યારે જ જાણવા મળશે કે ઓખા નગરપાલિકા પર કોણ શાશન કરશે.
વોર્ડ કુલ મતદાન મતદાનની ટકાવારી
નંબર મથકો પુરૂષ ષાી કુલ
૧ પ પ૮.૧૬ પર.પ૪ પપ.૪૮ ર ૭ ૬૬.૦૭ ૬૮.૦૪ ૬૭.૦૧
૩ ૪ ૬૭.૪૦ ૬૪.૪૮ ૬પ.૯૯
પ ૬ પ૦.૮૩ ૭૧.પ૭ ૬૧.૦પ
૬ પ ૭૦.૪૪ ૬૯.૪પ ૬૯.૯૭
૭ ૪ ૬૩.૩૩ ૬૦.૧ર ૬૩.૧૯
૮ ૪ પ૯.૩૬ ૬૩.૯૩ ૬૧.પર
૯ ૪ ૬ર.ર૪ ૬૪.૩૯ ૬૩.ર૭
(11:41 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
