હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઓખા નગરપાલિકાની ચુંટણીના મતદાનમાં ભાજપને પ૭.૬૦, કોંગ્રેસ ર૬.૧૮, આપ ૬.૩ર ટકા જ મતો મળ્યા
આમ આદમી પાર્ટીના તમામ ૧પ સહિતના સભ્યોની ડિપોઝીટ ડૂલ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા નગરપાલિકાની ચુંટણી તાજેતતરમાં યોજાયેલ જેમાં ભાજપે ૩૬ માંથી ૩૩ બેકઠો મેળવી જંગી બહુમતી સતત આઠમી વખત મેળવી હતી તેના પરિણામના વોટિંગમાં પણ ભાજપનેતોતીંગ બહુમતી જનાદેશ મેળ્યો છે.
વોર્ડ નં. ૧ માં ભાજપને ૧પ૦ર, રમાં રપર૪, ૩ માં ૧૩૭૭ પ માં ૧પ૬પ ૭ માં ૯૧૬ ૮ માં ૧૩૮૪ અને ૯ માં ૧પ૦૧ મળી કુલમત ૧૩ર૦ર સાથે પ૭.૬૦ ટકા મતો મળ્યા હતા જયારે કોંગ્રેસને વોર્ડ ૧ માં ૭૯૪, રમાં ૧૦ર૯, ૩ માં ૪પર, પમાં ૩૯૮, ૬ માં ૯૪૧, ૭માં ૧૧ર૪, ૮માં ૬૪૩, ૯ માં ૬ર૮ સાથે ૬૦૦૯ મતો સાથે ર૬.૧૮ ટકા મતો મળ્યા છે. જયારે આમઆદમી પાર્ટીને ચુંટણી થયેલ કુલ આઠ વોર્ડમાંથી માત્ર ૬.૩૨ ટકા જ મતો સાથે ટોટલ ૧૪પ૧ મતો જ મળ્યા હતા, જયારે નાટોને અહી રપર મતો એટલે કે ૧.૧૦ ટકા મતો મળ્યા હતા.
ઓખા ન.પા.ની ચુંટણીમાં કુલ ૧૭ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત કરવામાં આવી હતી જેમાં વોર્ડ-ર માં આપના એક ઉમેદવાર, વોર્ડ-પાંચમાં આપના ત્રણ, કોંગ્રેસના બે ઉમેદવાર, વોર્ડ-૬ માં આપના ચારેય ઉમેદવાર, વોર્ડ નં. ૭ માં આપના એક ઉમેદવાર તથા વોર્ડ ૮ માં આપના ત્રણ ઉમેદવાર અને વોર્ડ નં.૯ માં પણ આપના ત્રણ ઉમેદવારની ડિપોઝીટ ગઇ છે. કુલ ૧૭ ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત થઇ છે જેમાં ૧પ આપના અને તેમણે ૧પ જ ઉભા રાખેલ જે તમામની ડિપોઝીટ જપ્ત થઇ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
