તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
ગોંડલના દેવપરામાં જૂનું મકાન ધરાશાયીઃ ઓટો રીક્ષાને નૂકસાન : જુઓ વિડિયો
અમુક ભાગ હજુ પણ તૂટી પડે તેવી હાલતમાં: ખાટલા શેરી વિસ્તારમાં બનેલી ઘટના

ગોંડલ તા.૨૫: દેવપરા વિસ્તારમાં ખાટલા શેરીમાં આજે એક જૂનું મકાન ધરાશાયી થવાની ઘટના બની હતી. આ જૂનું અને જર્જરિત મકાન અચાનક ધરાશાયી થઈને તૂટી પડ્યું હતું. મકાનનો કાટમાળ રસ્તા પર પડતા ત્યાં પાર્ક કરેલી એક ઓટો રીક્ષાને ભારે નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે આ મકાનમાં કોઈ રહેતું ન હતું. જેના કારણે મોટી જાનહાની ટળી હતી.
હાલ મકાનનો અમુક ભાગ હજુ પણ તૂટી પડે તેવી હાલતમા છે.સ્થાનિક લોકોમાં ભય છે કે તે પણ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. વરસાદી માહોલ અને ભેજના કારણે મકાનના બાકી રહેલા ભાગ તૂટી પડવાની શકયતા વધુ છે. સ્થાનિકોએ તંત્રને તાત્કાલિક ધોરણે બાકી રહેલા ભાગને તોડીને કાટમાળ હટાવવાની માંગ કરી છે.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને નગરપાલિકાના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી ગોંડલ)
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
