તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 20th October 2026
વિજયાદશમીના પાવન પર્વે મોરબી પોલીસ પરિવાર દ્વારા શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો.
જીલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ શસ્ત્ર પૂજન કર્યું

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : અધર્મ પર ધર્મના વિજય સમાન વિજયાદશમીના પાવન અવસરે મોરબી જીલ્લા પોલીસ પરિવાર દ્વારા વિધિવત શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું જીલ્લાપોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ શસ્ત્ર પૂજન કર્યું હતું.
મોરબી તાલુકા પોલીસ લાઈન ખાતે જીલ્લા પોલીસ પરિવારનો શસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાયો હતો જેમાં જીલ્લા પોલીસવડા મુકેશ પટેલ, ડીવાયએસપી જે એમ આલ, વિરલ દલવાડી અને કે પી પરમાર તેમજ પોલીસ ઇન્સ્પેકટર, પીએસઆઈ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ શસ્ત્ર પૂજન કર્યું હતું વિધિવત શસ્ત્ર પૂજન વિધિ કરવામાં આવી હતી અને દશેરા પર્વની ઉજવણી કરી હતી.
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
