<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે મહુવામાં રાષ્ટ્રીય વયોશ્રી યોજના હેઠળ વયોવૃદ્ધજનોને રૂ. ૫૯.૩૮ લાખની નિઃશુલ્ક સાધન સહાયનું વિતરણ

સહાયક સાધનો માત્ર સાધન નથી પરંતુ વડીલોના જીવનમાં આત્મવિશ્વાસ અને ખુશીનું માધ્યમ છે ભાવનગરમા 'દિવ્યાશા કેન્દ્ર’થી જરૂરિયાતમંદોને સાધન સહાયની પ્રક્રિયા વધુ સુગમ અને સરળ બની: નિમુબેન બાંભણીયા :સાંસદ ભરતભાઈ સુતરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવા અને ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની પ્રેરક ઉપસ્થિતિ

મહુવા (રહીમ વસાયા) : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસથી સમગ્ર રાજ્યમાં સેવા સંકલ્પ અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે મહુવા ખાતે રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત વયોવૃદ્ધજનો માટે નિઃશુલ્ક સાધન સહાય વિતરણ કેમ્પ યોજાયો હતો. જેમાં કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગના રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના હસ્તે મહુવાના ૬૨૩ વયોવૃદ્ધજનોને કુલ રૂ. ૫૯,૩૮,૬૫૦ના ખર્ચે ૩,૪૧૨ સહાયક સાધનોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સાધન સહાય મળતાં વયોવૃદ્ધજનોના દૈનિક જીવનમાં સુગમતા વધવાની સાથે તેમના ચહેરા પર ખુશી અને આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીને સેવા સાથે જોડીને જરૂરિયાતમંદ વડીલોના જીવનમાં સુગમતા અને આત્મનિર્ભરતા લાવવાનો આ પ્રયાસ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે ત્યારે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ સમાજના છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. 'જેને કોઈ નથી પૂછતું, તેને મોદી પૂજે છે' ની ભાવના સાથે ગરીબ, દિવ્યાંગ અને વયોવૃદ્ધ સહિત દરેક વર્ગની ચિંતા કરવામાં આવી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વ્હીલચેર, ટ્રાઇસિકલ, શ્રવણયંત્ર, વોકર, કાખઘોડી, ચોકઠાં તેમજ કમર અને ઘૂંટણના પટ્ટા જેવા સાધનો નું વિતરણ કરવામાં આવેલ

(9:49 PM IST)