<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th June 2026

કચ્છના સામખીયાળી ડિવિઝનના 66KV આધોઈ સબ સ્ટેશનમાં ઓન ડ્યુટી ઓપરેટર તડવી ભાઈ પર આવારા તત્વોનો હુમલો : જાનથી મારી નાખવાની ધમકી

માર મારી ધાક ધમકી આપતા વિડિયો વાયરલ : PGVCL કર્મચારીઓમાં રોષ : ઓન ડ્યુટી સ્ટાફની સુરક્ષા સામે સવાલ : પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ

ભુજ, તા. 30 :  કચ્છ જિલ્લાના સામખીયાળી ડિવિઝન હેઠળ આવતા 66KV આધોઈ સબ સ્ટેશનમાં ફરજ પર હાજર ઓપરેટર પર આવારા તત્વો દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

         મળતી માહિતી મુજબ આધોઈ 66KV S.S. ખાતે ઓન ડ્યુટી ફરજ બજાવતા ઓપરેટર શ્રી તડવી ભાઈને કેટલાક શખ્સોએ સબ સ્ટેશનમાં ઘૂસી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી ધાક ધમકી કરી હતી. આ સમગ્ર ઘટનાનો વિડિયો પણ વાયરલ થયો છે.

       સબ સ્ટેશન જેવી સંવેદનશીલ અને મહત્વની જગ્યાએ ઓન ડ્યુટી કર્મચારી પર થયેલા હુમલાને પગલે PGVCLના કર્મચારીઓમાં ભારે રોષ ફેલાયો છે. કર્મચારી આલમે સવાલ ઉઠાવ્યો છે કે જો ડ્યુટી દરમિયાન સબ સ્ટેશનમાં જ કર્મચારી સુરક્ષિત ન હોય તો ફરજ કેવી રીતે બજાવવી. આવારા તત્વો સામે કડક કાર્યવાહી કરી તાત્કાલિક પોલીસ ફરિયાદ દાખલ કરવા અને કર્મચારીઓને પૂરતી સુરક્ષા આપવાની માંગ ઉઠી છે. આ ઘટનાથી સબ સ્ટેશનની સુરક્ષા વ્યવસ્થા સામે પણ ગંભીર સવાલો ઉભા થયા છે.

(4:54 PM IST)