<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

નૂતન વર્ષના પ્રથમ દિવસે ભુજના આશાપુરા મંદિરમાં અન્નકૂટનાં દર્શન :ભાવિકોની ભારે ભીડ ઉમટી

વહેલી સવારથી જ દર્શન માટે લાંબી કતારો: ભક્તોએ પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી

કચ્છના ભુજ ખાતે આવેલા આશાપુરા માતાજીના મંદિરમાં પણ નૂતન વર્ષના પ્રથમ દિવસે ભાવિકોની ભારે ભીડ ઉમટી હતી. વહેલી સવારથી જ દર્શન માટે લાંબી કતારો જોવા મળી હતી. ભક્તોએ માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી. નવા વર્ષના પવિત્ર અવસરે મંદિરમાં ભવ્ય અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ વાનગીઓનો માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અન્નકૂટનાં દર્શન કરવા પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. ભક્તોએ પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી હતી.

(11:22 AM IST)