તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
ધનતેરસના પવિત્ર દિવસે દ્વારકાધીશ ભગવાનને સોનાના કર્ણફૂલ-માળા અને ચાંદીની આરતી અર્પણ : ભક્તિભાવથી મંદિરમાં અનેરો ઉત્સાહ
શ્રીજીના પરમ વૈષ્ણવ ભક્ત દ્વારા અંદાજે 95 ગ્રામ સોનાના આભૂષણો અને 1600 ગ્રામ ચાંદીની આરતીનું સમર્પણ કરાયું

(વિનુભાઈ સામાણી દ્વારા) દ્વારકા તા.૭ : દ્વારકા ખાતે આજરોજ ધનતેરસના પવિત્ર દિવસે ભક્તિભાવનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. ધનતેરસ એટલે ધન, સમૃદ્ધિ અને ભક્તિનો તહેવાર. આ શુભ દિવસે શ્રીજીના પરમ વૈષ્ણવ શ્રી દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશને ભાવપૂર્વક સોનાના કર્ણફૂલ અને માળા અર્પણ કરવામાં આવ્યા હતા.
અંદાજે 95 ગ્રામ સોનામાંથી બનાવેલા આ દિવ્ય કર્ણફૂલ અને માળા ભગવાનને અર્પણ કરતાં મંદિર પરિસરમાં ભક્તોના મુખે 'જય દ્વારકાધીશ' નો નાદ ગુંજી ઉઠ્યો હતો.
આ જ દિવસે તે જ પરમ વૈષ્ણવ ભક્ત દ્વારા ભગવાન શ્રી દ્વારકાધીશને ચાંદીની આરતી પણ અર્પણ કરવામાં આવી હતી. અંદાજે 1600 ગ્રામ ચાંદીમાંથી બનાવેલી આ સુંદર આરતી ભગવાનની સેવામાં સમર્પિત કરવામાં આવી હતી.
ધનતેરસના દિવસે ભગવાનને સોના-ચાંદીના અલંકારો અર્પણ કરવાનો વિશેષ મહિમા છે. ભક્તોનું માનવું છે કે આ દિવસે કરેલું દાન અને સમર્પણ ભગવાનની કૃપા અને સદાય સમૃદ્ધિ લાવે છે.
મંદિરમાં દર્શનાર્થે આવેલા ભક્તોએ પણ આ દિવ્ય અર્પણના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.(તસવીર: દીપેશ સામાણી-દ્વારકા)
(10:49 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
