તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 5th September 2026
શ્રાવણ માસના છેલ્લા શનિવારે સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને '૧૦૦૮ મીઠાઈ એવં વાનગીઓનો ભવ્ય મહાઅન્નકૂટ' ધરાવાયો
પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણાથી અને કોઠારી શ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત વિવિધ કાર્યક્રમો

રાજકોટ : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શ્રાવણ મહિનાની શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને અનેક વિધ શણગાર-અન્નકૂટ કરી ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.
ત્યારે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણાથી કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શન હેઠળ પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત આજે શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને મયૂરાકાર સિલ્વર ડાયમંડ મુકુટ એવં ગળામાં હાર અને સોનાના મણકાવાળા દાગીના સાથે શ્રીરામના પરમ ભક્ત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને 'રામ નામ' અંકિત કરેલ - પીળા,વાદળી અને લાલ રંગની કિનારીવાળા સુંદર દિવ્ય વાઘાનો આકર્ષક શણગાર કરાયો હતો. ગર્ભગૃહ અને સિંહાસનને સફેદ ફૂલો વડે સુંદર સજાવવામાં આવ્યું છે.
બંને બાજુએ ફૂલો અને હરિયાળીથી બનાવેલા બે ભવ્ય મોરની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે, જે શણગારની શોભામાં વધારો કરે છે.શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દરબારમાં '૧૦૦૮ મીઠાઈ એવં વાનગીઓનો ભવ્ય મહાઅન્નકૂટ' ધરાવાયો હતો. સવારે 05:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને ૧૦૦૮ પ્રકારની વિવિધ મિષ્ઠાનો-વાનગીઓનો ભવ્ય મહાઅન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. જેમાં અલગ-અલગ પ્રકારની મિઠાઈઓ-ફરસાણ - બેકરી આઈટમ-વિવિધ પ્રકારના શાક -ઇટાલિયન વાનગીઓ વગેરે 1008 વિવિધ અવનવી વાનગીઓનો મહાઅન્નકૂટ ધરાવમાં આવ્યો હતો. મહાઅન્નકૂટ આરતી બપોરે ૧૧:૧૫ કલાકે આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.વિશાળ સંખ્યામાં ભક્તોએ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના મહાઅન્નકૂટ દર્શન તથા મહાપ્રસાદનો લાભ લીધો હતો.
સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત દિવ્ય શણગાર-દર શનિવારે અનેક દિવ્ય અન્નકૂટ દર્શન, દર મંગળવારે સંગીતમય સુંદરરકાંડ પાઠ,સંપૂર્ણ શ્રાવણ માસ નિમિત્તે દૈનિક મારુતિ યજ્ઞ, દર રવિવારે સાંજે 5 કલાકે દાદાનું દિવ્ય રાજોપચાર પૂજન સાથે મહાસંધ્યા આરતી,દર સોમવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને
શિવસ્વરૂપ દિવ્ય શણગાર,શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળા દર્શન સાથે દિવ્ય સત્સંગ કથા અને સંપૂર્ણ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આધી, વ્યાધિ અને ઉપાધિ થી શાંતિ મેળવવા દૈનિક મારુતિનું આયોજન કરવામાં આવ્યું છે.
(5:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
