<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

અસંખ્‍ય ક્ષત્રિય રાજપૂત વિદ્યાર્થીઓના રાહબર સ્‍વ.પ્રવિણસિંહજી જાડેજા (સોળીયા)ની પૂણ્‍યતિથી નિમિતે કાલે રક્‍તદાન કેમ્‍પ

રાજકોટઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ગિરાસદાર રાજપૂત પરિવારના વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સિંચન કરવામાં મહત્‍વનું યોગદાન પુરૂ પાડનાર હરભમજીરાજ ગરાસિયા છાત્રાલયના મુસાહેબ તરીકે જીવનપર્યત સેવાઓ આપી અનંત યાત્રાએ નીકળી ચુકેલા સ્‍વ.પ્રવિણસિંહજી જાડેજા (સોળીયા)ની દ્વિતીય પુણ્‍યતિથિ નિમિતે છાત્રાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા સ્‍વર્ગસ્‍થને શ્રધ્‍ધાસુમન અર્પણ કરવા માટે આવતીકાલે તા.૯ને બુધવારે સવારે ૯ થી બપોરે ૧ દરમિયાન શ્રી હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય, ૫ રજપુતપરા, રાજકોટ ખાતે મેગા રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ કેમ્‍પમાં વર્તમાન-ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ગરાસિયા રાજપુત પરિવારો ઉપરાંત મિત્ર મંડળ મોટી સંખ્‍યામાં રક્‍તદાન કરી ‘રક્‍તદાન એ મહાદાન'ની ઉકિતને સાર્થક કરે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

(2:20 PM IST)