તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th November 2026
દિપાવલી પર્વે દ્વારકાધીશ જગતમંદિર કલાત્મક રોશનીથી ઝળહળી ઉઠયું

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા., ૭: દિપાવલી પર્વ ૨૦૨૬ના તહેવારો શરૂ થઈ રહયા છે ત્યારે યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશ જગતમંદિરને કલાત્મક રોશનીથી શણગારવામાં આવ્યું છે. ખાસ કરીને દ્વારકા આસપાસની ત્રિજયાના ૧૦ કિમી દૂરથી જગતમંદિર રંગબેરંગી ડેકોરેટીવ લાઈટની સીરીઝ તથા અન્ય લાઈટીંગથી ઝગમગતું નિહાળી શકાય છે. દિપાવલીના તહેવારોમાં દ્વારકા દર્શનાર્થે ઉમટી પડેલ ભાવિકો દિવ્ય રોશની નિહાળી ભાવવિભોર થતાં દ્રશ્યમાન થાય છે. દ્વારકાધીશ જગતમંદિરની સાથે સાથે જગતમંદિર સંલગ્ન મંદિરો તેમજ યાત્રાધામના અન્ય ધાર્મિક સ્થળો અને મહત્વપૂર્ણ વિસ્તારોમાં પણ સ્થાનીકો દ્વારા દિપાવલી પર્વે રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. હોટલ ગેસ્ટહાઉસોમાં પણ કલાત્મક સીરીઝથી રોશની કરવામાં આવી છે. (તસ્વીરઃ દિપેશ સામાણી-દ્વારકા)
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
