<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th October 2026

ધારાસભ્ય હેમંતભાઈ ખવાના જન્મદિવસ નિમિત્તે શ્રી મારુતિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 'દસમા મહારક્તદાન કેમ્પ'નું આયોજન

રક્તદાતાઓના ભારે ઉત્સાહ વચ્ચે કુલ 156 બોટલ રક્ત એકત્રિત થયું: કાર્યક્રમમાં વિવિધ સમાજોના આગેવાનો દ્વારા ધારાસભ્યનું સન્માન કરાયું

જામનગર : જામજોધપુર-લાલપુર વિસ્તારના ધારાસભ્ય હેમંતભાઈ ખવાના જન્મદિવસ નિમિત્તે શ્રી મારુતિ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 'દસમા મહારક્તદાન કેમ્પ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પ તારીખ-18/10/2026 ના રોજ સવારે 09:00 થી બપોરે 02:00 વાગ્યા દરમિયાન જામજોધપુર ખાતે આવેલ લોહાણા મહાજન વાડીમાં યોજાયો હતો. 'રક્તદાન મહાદાન'ના ઉમદા સંકલ્પ સાથે યોજાયેલા આ કેપમાં સ્થાનિક અગ્રણીઓ કાર્યકર્તાઓ તેમજ મોટી સંખ્યામાં યુવાનો અને નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન રક્તદાતાઓના ભારે ઉત્સાહ વચ્ચે કુલ 156 બોટલ રક્ત એકત્રિત થયું હતું. કેમ્પમાં ઉપસ્થિત તમામ રક્તદાતાઓ અને મુલાકાતીઓ માટે સ્વરૂચિ ભોજનની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં વિવિધ સમાજોના આગેવાનો દ્વારા ધારાસભ્યનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં રાજપુત સમાજ, સગર સમાજ અને દસનામ ગોસ્વામી સમાજના આગેવાનો દ્રારા હેમંતભાઈ ખવાનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં જામનગરની પ્રખ્યાત જી.જી. હોસ્પિટલની બ્લડ બેંકના તબીબી અને પેરામેડિકલ સ્ટાફે સરાહનીય સેવાઓ આપી હતી. બ્લડ બેંકના સ્ટાફે ખડેપગે રહીને ખૂબ જ કુશળતાપૂર્વક અને વ્યવસ્થિત રીતે રક્ત એકત્ર કરવાની પ્રક્રિયા પાર પાડી હતી.
આજના આ માનવતાવાદી અને સેવાકીય કાર્યક્રમની ગરિમા વધારવા માટે અને રક્તદાતાઓનો ઉત્સાહ વધારવા માટે સ્થાનિક પદાધિકારીઓ તથા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ હરદાસભાઈ ખવા. આપ જામનગર જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડ, જિલ્લા પંચાયતના સભ્યો પરબતભાઈ ગાગીયા, રમેશભાઈ સુતરીયા, વિરુભાઈ કંડોરીયા, જામજોધપુર આપ પાર્ટી પ્રમુખ રમણીકભાઈ અભંગી, જામનગર ગ્રામ્ય વિધાનસભાના પ્રભારી પ્રકાશભાઈ દોંગા, ડો. કલ્પેશ મકવાણા, કે.પી.બથવાર, આપ જામનગર યુવા પ્રમુખ મયુરભાઈ ચાવડા, એપીએમસી ડાયરેક્ટર પ્રવીણભાઈ કારેણા, ડો. જય અભંગી, વનરાજસિંહ જાડેજા, કિશોરસિંહ જાડેજા, તાલુકા ખરીદ વેચાણ સંઘના ડાયરેક્ટર ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભીમશીભાઈ શિર, કારાભાઈ બેરા, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય રામશીભાઈ બેરા, જામજોધપુર નગરપાલિકા સદસ્ય લાલજીભાઈ વિંઝુડા, તાલુકા પંચાયતના સભ્યો મેરૂભાઈ છેલાણા, હેમંતભાઈ કરંગિયા, પરબતભાઈ શિર, રામભાઈ બારિયા, દેવાભાઈ મેર, મેશાભાઈ જોગલ, ચંદ્રેશભાઈ કરમૂર, બસીરભાઈ પટ્ટ, દિનેશભાઈ ચાવડા, વીરાભાઇ ડૂંગા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય ભરતભાઈ ગોધમ, ગોવિંદભાઈ બડીયાવદરા, ભાણવડ તાલુકા આગેવાન જેઠાભાઈ છૂછર, રામશીભાઈ ભાટિયા, જામનગર આહીર યુવા ગ્રુપના પ્રમુખ સંજયભાઈ કાંબરીયા, હિતેશભાઈ ગાગલિયા, જામજોધપુર મુસ્લિમ સમાજના આગેવાન સદામ બાપુ, જામજોધપુર દસનામ ગોસ્વામી સમાજના પ્રમુખ શૈલેષભાઈ ગોસ્વામી, જામજોધપુર ગઢવી સમાજના પ્રમુખ વિરમભાઈ ગઢવી, લાલપુર રાજપૂત સમાજ પ્રમુખ નટુભા જાડેજા, લાલપુર કોળી સમાજ પ્રમુખ વિજયભાઈ રાઠોડ, તેમજ વિવિધ ગામોના સરપંચઓ તેમજ ઉત્સાહી સામાજિક કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી મારુતિ એજ્યુકેશન ટ્રસ્ટના સર્વે ટ્રસ્ટીઓ દ્વારા કેમ્પને સફળ બનાવવા બદલ તમામ રક્તદાતાઓ, તબીબી ટીમ, સહયોગી કાર્યકરો તેમજ ઉપસ્થિત સૌ નાગરિકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

(7:33 PM IST)